લીલાપર ચોકડી નજીક બનેવી એ સાડાને માર માર્યો.
મોરબી તાલુકાના લીલાપર ગામની ચોકડી નજીક એન્ટી સ્ટુડિયો સામે યુવકની બહેન સાથે તેના પતિએ આગાઉ ઝઘડો કરેલ હોય જે બાબતનો ઠપકો આપતા સાળાને તેના બનેવીએ ઢીકાપાટુનો મારમારી લાકડાના ધોકા વડે ફટકાર્યો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લીલાપર ચોકડી એન્ટી સ્ટુડિયો સામે રહેતા વિનોદભાઈ શાંતીલાલ કડેવાર (ઉ.વ.૪૦) એ આરોપી કેશુભાઈ મનજીભાઈ ફુલતરીયા રહે. વાલાસર ગામ તા. વાંકાનેરવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૩-૦૬-૨૦૨૩ ના રોજ રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં આરોપી ફરીયાદીના બનેવી થતા હોય જેથી આરોપીએ તેમની બહેન સાથે અગાઉ ઝઘડો કરેલ હોય તે બાબતે ઠપકો આપતા આરોપી એકદમ ગુસ્સે થઇ જતા ફરીયાદીને ગાળો આપી ઢીકા પાટુનો માર મારી ત્યા ખુલ્લા ધાબા ઉપર લાકડાનો ધોકો પડેલ હોય તે આરોપીએ હાથમાં લઇ ફરીયાદીના જમણા પગની સાથળના ભાગે મારી દઇ ફેક્ચર જેવી ઇજા પહોચાડી હતી. આ બનાવ અંગે વિનોદભાઈએ આરોપી કેશુભાઈ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.