મોરબીના લીલાપર ચોકડી નજીકથી કોઈ અજાણ્યો ઇસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં જેલ ચોક શેરી નં-૧ મા રહેતા વિજયભાઈ જીવણભાઈ કરોત્રા (ઉ.વ.૩૦) નું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજી નં- GJ-36-AB-8910 વાળું મોરબીના લીલાપર ચોકડી પાસે આવેલ ડીલક્સ વડવાળા પાનની દુકાન નજીકથી જાહેર રોડ ઉપરથી કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.