મોરબીના લીલાપર ગામ નજીક બોલેરાના ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડને ઇજા પહોંચી હતી. અકસ્માતમાં બોલેરા ચાલકે બાઇક ચાલકને જાનથી મારી નાખવાની ધમકી આપી જાતિ પ્રત્યે અપમાનિત કરી હોવાની બાઇક ચાલકે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ લીલાપર થી મોરબી તરફ જતા રોડ ઉપર ગત તા.14 ના રોજ બોલેરો નં.GJ36-T-4836 ના ચાલક ભરતભાઇ મેશુરભાઈ સોઢીયા (રહે.બોરીચા વાસ સબ જેલની પાછળ મોરબી)એ પોતાનું વાહન પૂરપાટ ઝડપે ચલાવી જયંતિભાઇ છગનભાઇ મકવાણા (રહે.લીલાપર પ્રકાશનગર તા.મોરબી)ના બાઇક નં.GJ36-P-9232ને હડફેટે લીધું હતું. જેથી બાઇક ચાલક જયંતિભાઈ મકવાણાને ખભાના ભાગે તથા કમરના પાછળના ભાગે મુંઢ ઇજા કરી જયંતિભાઈને જાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાની બોલેરો ગાડી લઈને નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે બોલેરાના ચાલક વિરૂધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.