Saturday, March 7, 2026

લાંબા લાંબા ઘૂંઘટ કાહે કો ડાલા …કહી તો કીયા હૈ મુહ તુને કાલા… ગુપચુપ ગુપચુપમોરબીના પી એસ આઈ એ કરોડોની જમીન કૌભાંડમાં લાખોની દિવાળી ઉજવી…

Advertisement
Advertisement
Advertisement

લાંબા લાંબા ઘૂંઘટ કાહે કો ડાલા …કહી તો કીયા હૈ મુહ તુને કાલા… ગુપચુપ ગુપચુપ
મોરબીના પી એસ આઈ એ કરોડોની જમીન કૌભાંડમાં લાખોની દિવાળી ઉજવી…

ઉપરોક્ત પંક્તિ જયારે પણ સાંભળો ત્યારે તમને એવું લાગે કે કંઈક મોટું કાળું ધોળું થયું છે આ વાત મોરબી એ ડિવિઝન મા દાખલ થયેલ કરોડોની જમીન કૌભાંડની ફરિયાદ ની છે

મોરબીના ખેડૂત ની કરોડો ની કીમતી જમીન પચાવી પાડવા કનૈયાલાલ દેત્રોજા, ઉપેન્દ્ર કાસુન્દ્રા,RDC બેંકના કર્મચારીઓ એ મેળાપીપણું કરી કરોડોની જમીન બરોબર કટકટાવી નાખવા આ કાંડ કર્યો હતો જેની ફરિયાદ ૨૦૨૨ માં ખેડૂતે મોરબી પોલીસ ને કરી હતી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરી ગુનો બનતો નથી એવું જણાવ્યું

જેથી ખેડૂત દ્વારા નામદાર કોર્ટ માં ફરિયાદ અરજી કરતા કોર્ટ દ્વારા જે પૂરાવા પોલીસે મેળવવા જોઈ એ મેળવ્યા અને ગંભીર કલમો થી ગુનો દાખલ કરવા અને તપાસ મા તમામ પુરાવા સાથે રાખવા આદેશ કર્યો, લગભગ તપાસ તો કોર્ટ મા જ થઈ ગઈ હતી ફકત આરોપીઓ ને ઉપાડવાના બાકી હતા..

સામાન્ય માણસ તો ઠીક કોર્ટ દ્વારા ફરિયાદ દાખલ કરેલ હોય જેના બે મહિના જેવો સમય છતાં મોરબી પોલીસના માલખાઉં અધિકારીઓએ આજ દિન સુધી આરોપીની ધરપકડ ની વાત તો દૂર રહી પણ ફરિયાદીનું નિવેદન લીધુ નથી અને તાજેતર મોરબી ની મુલાકાત કરી ને ગયેલા રેન્જ IG અશોક યાદવજી કાયદો વ્યવસ્થાના ગોળા ફેકે છે

એ ડિવિઝન ના તપાસ અધિકારી એવું જણાવે છે કે ફરિયાદીને અમે નિવેદન માટે બોલાવીશું પણ કદાચ લેટર કાચબા સાથે મોકલાયો હોય તો ન પણ પહોંચ્યો હોય મોરબી લોકો પણ આ કાચબાને જોવા આતુર છે ત્યાર બાદ ફરિયાદી સામે જ તપાસ મા સહકાર ન અપાયાના આક્ષેપ સાથેના લેટર થી મોટા વહીવટની ગંધ આવી રહી તે વાત ને સમર્થન મળે છે

આ ગુનાની તપાસ કરતા પી એસ આઈ અને ટીમ આરોપી ની સામે હોઈ તો પણ કોઈ કાર્યવાહી કરતા નથી અને લાંબા ઘૂંઘટ તાણી લે છે , ફરિયાદી એમ કહે છે કે તમે પકડીને લાવો પસી અમે ધરપકડ કરશું , મોરબી પોલીસ નો આ રિવાજ ની કિંમત સરકારે સત્તાના ભોગે ચૂકવવી પડશે

પણ ૧૦૦ કરોડ થી વધુની કિંમતી જમીન ની છેતરપિંડીની ફરિયાદમાં પોલીસ મોટો માલ ગઈ ની ચર્ચા એ ચકચાર જગાવી છે પરતુ પોલીસે એ પણ ન ભૂલવું જોઈ કે ટંકારાના પી આઈ ગોહિલ લાખો નો માલ ખાઇ હાલ સલવાયા પછી કાંડ માંથી બહાર નીકળવા અનેક ગણો વહીવટ આપવા તાળા ની ચાવી ગોતે છે

હાલ પોલીસ બેડામાં એવી ચર્ચા ચાલી રહી છે આ જમીન કૌભાંડમા બહુ મોટો વહીવટ થયો છે જેથી આરોપીને બચાવવા પોલીસ પૂરો સમય અને સવલત આપી રહી છે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પી એસ આઈ દ્વારા કરોડો ની કીમતી જમીન માંથી લાખોની દિવાળી કરી ની ચર્ચા પોલીસ બેડામાં થઈ રહી છે

મોરબી પોલીસ સામે ગાંધીનગર ની ઉચ્ચ તપાસ થાય તો પોલીસ ના પગમાં અજગરી ભરડો આવી જાય છે એનું કારણ પેટમાં પડી ગયેલ મલાઈ પણ હોય શકે એવી ચર્ચા થઈ રહી છે,તો શું મોરબી પોલીસ કોઈ પણ તપાસ કરવા સક્ષમ નથી કે પસી આમાં પણ કંઈક અજુગતું જ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે

Related Articles

Total Website visit

1,595,075

TRENDING NOW