Friday, March 20, 2026

રોયલ્ટી વગર બેલાનું વેચાણ કરવાની ના પાડતા કર્મચારીને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર: વાંકાનેરના પાડધરા ચોકડી પાસે એસ્સાર પેટ્રોલપંપથી આગળ પલાસ રોડ પર બેલાની લીઝમાં રોયલ્ટી વગર બેલાનું વેચાણ કરવાની ના પાડતા એક શખ્સે કર્મચારીનેં માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની કર્મચારીએ ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે આરોપી સામે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી.


મળતી માહિતી મુજબ આકાશભાઇ ભીખુભાઇ ઓડેદરા (ઉવ.૨૨ ધંધો ખાનગી નોકરી રહે.હાલે પાડધરા આર.સી.એન્ટરપ્રાઇજ તા.વાંકાનેર) એ આરોપી સામતભાઇ નગાભાઇ કરમુર (રહે.ભાટીયા સોસાયટી જલારામ મંદિર પાછળ વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી છે કે, તા.૨૨ ના રોજ રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં પાડધરા ચોકડી પાસે એસ્સાર પેટ્રોલપંપથી આગળ પલાસ રોડ પર ફરીયાદીએ તેમની બેલાની લીઝમાંથી આરોપીને રોયલ્ટી વગર બેલાનું વેચાણ કરવાની ના પાડતા આરોપીએ તેનુ મનદુઃખ રાખી ફરીયાદી તથા સાહેદને રસ્તા વચ્ચે રોકી ફરીયાદીને જેમફાવે તેમ ભુંડાબોલી ગાળો આપી, માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ આગળની વધુ તપાસ હાથ ધરી.

Related Articles

Total Website visit

1,598,117

TRENDING NOW