Sunday, May 4, 2025

રોટરી ક્લબ ઓફ હળવદ અકસ્માતે પગમાં ગંભીર ઇજા થયેલ યુવાનની મદદ માટે આગળ આવ્યું

Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ: સુરેશ સોનાગરા હળવદ)

રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા મજૂરી કામ કરી પરિવારનું ગુજરાત ચલાવતા યુવાન કામ કરતી વેળાએ અકસ્માતે પડી જતાં પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. અને સારવાર માટે પૈસા ન હોવાથી પાડોશીના ઘરેણાં ગીરવે મુકી વ્યાજે પૈસા લઈને સારવાર કરી હતી. આ અંગે રોટરી ક્લબ ઓફ હળવદને જાણ થતાં યુવાનની મદદ માટે આગળ આવી માનવતા મહેકાવી હતી.

આ અંગે રોટરી ક્લબ ઓફ હળવદના પ્રેસિડેન્ટ રાજેન્દ્રસિંહ રાણાએ માહિતિ આપતા જણાવ્યું હતું કે, આજથી દોઢેક વર્ષ પહેલાં મજૂરી કામ દરમિયાન અકસ્માત બનતા ભાઈનો પગ ભાંગી ગયો હતો. જેથી સળિયા નાખીને ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આખા પગમાં રસી થઈ જતા તાત્કાલિક સારવાર કરવામાં નો આવે તો પગ કાપવો પડે એવી પરિસ્થિતિ ઉભી થઇ ગયી હતી. જેથી તેમની પાસે રહેલી થોડી ઘણી બચત તેમજ આજુબાજુ વાળા રૂપિયા ઉછીના લઈ ને દવાખાને સારવાર માટે ગયા હતા. એ રૂપિયા ઈલાજ દરમિયાન દવાઓ અને સારવારમાં વપરાઈ ગયા હતા. ડોક્ટરના કહેવા મુજબ સળિયા કાઢવા ઓપરેશન જરૂરી હતું. જે માટે નો 15 હજાર જેવી ખર્ચની રકમ એમની પાસે નહિ હોવાથી પાડોશીનું સોનુ લઈને ગીરવે મૂકી ઊંચા વ્યાજે રૂપિયા ઉપડ્યા અને ઓપરેશન કરાવ્યું હતું અને સારું થયા બાદ દવાખાનેથી ઘરે પરત આવી ગયેલા હતા.

રોટરી ક્લબ ઓફ હળવદ ને આ અંગે જાણ થતાં આ ગીરવે મુકેલ સોના ઉપર ઉપાડેલી 15ની રકમ રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા ભરપાઈ કરીને દાગીનો છોડાવીને સુપ્રત કરવામાં આવ્યો હતો. આ માટે નૂપુર ઉપાધ્યાય (ગીની) લંડન તરફથી અનુદાન આપવામાં આવ્યું હતું.

Related Articles

Total Website visit

1,502,727

TRENDING NOW