Monday, March 16, 2026

રાવલ નગરપાલીકા કચેરી મા થયેલ ગેર કાયદેસર હંગામી ધોરણે થયેલ ભરતી પ્રક્રિયા નો વિવાદ વકર્યો ગાંધીનગર થી કમિશ્નર મ્યુનિસિપાલિટી એડમીનીસ્ટ્રેશન કચેરી માંથી તપાસ નો આદેશ થયો

Advertisement
Advertisement
Advertisement

રાવલ નગરપાલીકા કચેરી મા થયેલ ગેર કાયદેસર હંગામી ધોરણે થયેલ ભરતી પ્રક્રિયા નો વિવાદ વકર્યો ગાંધીનગર થી કમિશ્નર મ્યુનિસિપાલિટી એડમીનીસ્ટ્રેશન કચેરી માંથી તપાસ નો આદેશ થયો છેલ્લા ઘણા સમય થી રાવલ નગર પાલિકા કચેરી વિવાદો ના ઘેરાવ મા સંપડાયેલ છે રાવલ નગર પાલિકા માં અનેક પ્રકાર ના કોંભાડો સામે અનેક અરજદારો દ્વારા લડત ચલાવી રહ્યા છે ગત ૨૮/૧૨/૨૦૨૩ ના રોજ દિપક શીંગરખીયા , મેપા શીંગરખીયા , તુષાર હાથલીયા દ્વારા કમિશ્નર શ્રી ને ખોટી ભરતી પ્રક્રિયા બાબતે પત્ર પાઠવી ને ફોજદારી રાહે કાર્યવાહી કરવા એક પત્ર પાઠવેલ હતો જેમા અરજદારો ની મુખ્ય રજુઆત એવી છે કે ભારતીય બંધારણ ના આર્ટિકલ ૧૬ મા જાહેર જગ્યા ની ભરતી પ્રક્રિયા પર સૌને સમાન તક મળવી જોઈએ અને ભરતી પ્રક્રિયા કરતી વખતે જાહેર વર્તમાન પત્રો ઓછા મા ઓછા બે વર્તમાન પત્ર મા ભરતી ની જાહેરતા પ્રસિધ્ધ કરવા ની થતી હોય પરંતુ રાવલ નગર પાલિકા માં ભરતી પ્રક્રિયા બંધ બારણે કરી લેવા મા આવે છે કોઇ જ જાત ની જાહેરાત વિના નગર પાલિકા ના અમુક લોકો દ્વારા લાગ્તા વળગતા લોકો ને નોકરીએ લગાડી લેવા ની ઘટના સામે આવી અરજદારો ની મુખ્ય માંગ એવી પણ છે કે સમગ્ર ગુજરાત ની નગરપાલીકા કચેરીઓ મા મા સફાઈ કામદાર ની ભરતી પ્રક્રિયા કરવા આવે તો પણ બધી જ નગર પાલીકા ઓ જાણીતા વર્તમાન પત્રો મા જાહેરાત પ્રસિધ્ધ કરતી હોય અને જરૂરી લાયકાત મુજબ હંગામી ધોરણે નોકરીએ રાખવા મા આવતા હોય રાવલ નગર પાલિકા મા થયેલ ગેર કાયદેસર ભરતી પ્રક્રિયા મા હાલ ગાંધીનગરકમિશ્નર દ્વારા પ્રાદેશિક કમિશ્નર રાજકોટ ને તપાસ નો આદેશ કરવા મા આવ્યો છે હાલ આ ભરતી પ્રક્રિયા મા મોટો છબરડો સામે આવ્યો છે.

Related Articles

Total Website visit

1,597,571

TRENDING NOW