Saturday, March 7, 2026

રાવણ પારિવારિક પ્રકૃતિનો હતો તેને રામે નહીં પણ વિભીષણે મર્યો હતો, આ વાત ખેડૂત, ખાનગી વીજ કંપની અને વિભીષણ પોલીસ તંત્ર છે

Advertisement
Advertisement
Advertisement

રાવણ પારિવારિક પ્રકૃતિનો હતો તેને રામે નહીં પણ વિભીષણે મર્યો હતો, આ વાત ખેડૂત, ખાનગી વીજ કંપની અને વિભીષણ પોલીસ તંત્ર છે

(લંકેશ)
હમણાં જીલ્લામાં રોજ ખેડૂત અને પોલીસના ઘર્ષણના વીડિયો વાયરલ થાય છે જેમાં પાવરગ્રિડ જેવી ખાનગી કંપની ખેડૂતોની જમીન માં થાંભલા નાખવા સામ દામ અને દંડ થી પોલીસનો ઉપયોગ કરે છે જેમાં પોલીસ પ્રશાસન વિભીષણ ની ભૂમિકા ભજવે છે જે ખેડૂત ને ખોટી સમજ અને કંપની ને ખેડૂતની કમજોરી બતાવી કંપની પાસે થી મોટી દલાલી વસૂલે છે

હાલ હળવદ તાલુકાના ગામડા માં પાવરગ્રિડ નામની ખાનગી કંપની વીજ પોલ નાખવાની કામગીરી કરે છે જેનો ખેડૂત દ્વારા વિરોધ કરવામાં આવે છે, આ કંપની દ્વારા હળવદ પોલીસ અધિકારીઓને આ કામની સુપારી આપી હોઈ એમ માલ, સવલત ,વાપરવા ગાડીઓ આપી ખેડૂતને ભ્રમિત કરવા તથા ખેડૂતની યુનિટી ટોળી એક ખેડૂતને આગેવાન બનાવી લાલચ આપી કંપની ના માણશો ની જેમ વર્તી રહ્યા છે

સરકાર જ્યારે પણ સરકારી લોકહિત યોજના માટે જમીન સંપાદન કરે ત્યારે ખેડૂતને સરકારી નિયમ મુજબનું વળતર ચૂકવાઈ છે જેનો ખેડૂત વિરોધ કરી શકતો નથી પરતુ હાલ ખાનગી કંપની દ્વારા ખેડૂતો ની જગ્યા ભાડે રખાઈ રહી છે જેમાં કોઈ જાતનું સંપાદન થતું નથી, આ એગ્રીમેન્ટ ખેડૂત અને કંપની વચ્ચે થાય છે જેમાં સરકારી તંત્ર દખલ કરી શકતું નથી ,

જેવી રીતે ખાનગી કંપની વાળા કામ કરવા માટે એક પોલીસ દીઠ ૪૪૧૦ રૂપિયા ભરી પ્રોટેક્શન માંગી શકતા હોય તો ખેડૂત પણ નોટિસ, એગ્રીમેન્ટ ,કરાર કે સહમતિ વગર કામગીરી કરે તો લેન્ડગેબિંગ કે પોલીસ પ્રોટેક્શન માંગી શકે

હાલ પાવરગ્રિડ કંપની દ્વારા કોઈ જ નોટિસ કે સંમતિ વગર ખેડૂતના ઊભા પાકના , નુકશાન ના વળતરનું રોજકામ કે બાહેધરી વિના બળજબરી થી પોલ નાખવાની કામગીરી કરી રહ્યા છે અને પોલીસ તમાસો જોઈ રહી છે , એનું કારણ કંપની દ્વારા પોલીસ ને ફરવા ગાડીઓ અને ખેડૂતને અટકાવવા કરોડો નું પેકેજ આપ્યુ હોવાની ચર્ચા એ જોર પકડાયું છે પોલીસ અધિકારી ને લાવવા અને લઈ જવા પણ કંપની તરફ થી ગાડીઓ અને સવલત અપાઈ રહી છે

જો કંપની નું કામ અટકાવવું ગુનો હોય તો આજદિન સુધી પોલીસ સ્ટેશન લઈ જતા કેટલા ખેડૂતો પર કેશ દાખલ કરેલ., હાલ હળવદ પોલીસ ખેડૂત માટે વિભીષણ નો રોલ ભજવી રહી છે

હમણાં હળવદ બ્રેકિંગ ન્યૂઝ માં એક ખેડૂત રડતા રડતા પોતાની વેદના કહી રહ્યા છે કે કંપની વાળા એવું કહે છે કે પહેલા પોલ નાખવાની કામગીરી થઈ જાય પસી પંચરોજ કામ કરીશું , તો એનું શું ખાત્રી કે કામ પૂરું થઈ ગયા પસી કંપની ખેડૂતોનું સાંભળશે

કંપની દ્વારા પણ અમુક માથાભારે ખેડૂતોને અલગ વળતર અને અમુક ખેડૂતો ને અલગ વળતર આપી, કોઈ નીતિ નિયમ ન હોઈ તેમ વર્તી રહી છે અને હળવદ પોલીસ પૈસા કમાવાની તક ઝડપી રહી છે, જે નેતાઓ ખેડૂતને વચનો આપી મત લઈ ગયા હતા એ આજે દરવાજા બંધ કરી સુઈ ગયા છે

Related Articles

Total Website visit

1,595,069

TRENDING NOW