Friday, June 26, 2026

રામવાવ ગૌચર મામલે તંત્રએ હાથ ઊંચા કરી લીધા ??

Advertisement
Advertisement
Advertisement

રામવાવ ગૌચર મામલે તંત્રએ હાથ ઊંચા કરી લીધા ??

માતૃભૂમિ સંરક્ષણ કાઉન્સિલ કચ્છ અધ્યક્ષ એ 24 દિવસથી અનશન કરતા શિવુભાએ વ્યથા ઠાલવી

રાપર તાલુકાના રામવાવ ગામે બહુમૂલ્ય કિંમતની ગૌચર જમીન ઉપર વ્યાપક પ્રમાણમાં થયેલા દબાણો સામે છેલ્લા ૨૪ દિવસથી અનશન આંદોલન શરૂ કરનાર સ્થાનિક ના શિવુભા જાડેજા દ્વારા તંત્ર સામે રોષની લાગણી વ્યક્ત કરવામાં આવી છે. આ મામલે શિવુભાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ગૌચર જમીન દબાણમુક્ત કરાવવા મેં અનશન આંદોલન શરૂ કર્યું હતું, જેના પગલે તાલુકા વિકાસ અધિકારી દ્વારા રામવાવ ગામના ગૌચર પરના દબાણો 11 ડિસેમ્બરના ખસેડી લેવાની બાંહેધરી આપી હતી. જે અંતર્ગત તા. 11 ડિસેમ્બરના તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં ગૌચર ની 600 એકર જમીન ઉપર થયેલા દબાણો પૈકી માત્ર ઓપચારિક દબાણ હટાવવાની કામગીરી કરી હોય તેમ અમુક દુકાનો ખસેડવામાં આવી હતી. જ્યારે બાકી રહેતા તમામ દબાણો આજ દિન સુધી યથાવત રહેવા પામ્યા છે ડી આઈ એલ આર ની બે વખત માપણી કરી છતાંય કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી

અનશન આંદોલન શરૂ કરનાર સ્થાનિક ના શિવુભા જાડેજા એ આજ થી પાણી પીવાનું બંધ કરવામાં આવ્યું છે

Related Articles

Total Website visit

1,609,466

TRENDING NOW