કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ જે આગામી 10મી મેથી ૨૫મી મે સુધી યોજાવાની હતી. તે હાલ પૂરતી સ્થગિત રાખવા નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારે આગામી તારીખ 15મી મે ના રોજ કોરોના સંક્રમણ સ્થિતિની પુનઃસમીક્ષા કરીને આ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું છે. આ નવી તારીખો જાહેર થવાને કારણે વિદ્યાર્થીઓને પરિક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય આપવામાં આવશે. તેમ પણ નક્કી કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે એવો પણ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે, કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને પરિણામે રાજ્યમાં ધોરણ-1 થી 9 અને ધોરણ 11માં વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવશે.