રાજ્યના બેસ્ટ પોલીસ સ્ટેશને ભેંસ અને પાડી ચોરાઈ હોવાની ફરિયાદ લીધી
હમણાં થોડા મહિનાઓ પહેલા હળવદ પોલીસ સ્ટેશન ને બેસ્ટ પોલીસ સ્ટેશન નો એવોર્ડ અપાતા આ એવોર્ડ ઉપર અનેક સવાલો ઊભા થયા હતા કે એવોર્ડ મળ્યો છે કે મેળવ્યો છે
હળવદ માં ફરજ બજાવતા પી આઈ આર ટી વ્યાસ રાજકોટ થી અપ ડાઉન કરી બેસ્ટ પોલીસ સ્ટેશન નો એવોર્ડ લાવતા મોરબી પોલીસ બેડામાં ચર્ચા નો વિષય બન્યો હતો કારણ કે હળવદ ની પરિસ્થિતિ કઈ અલગ જ છે હમણાં કોપર ચોરીના બનાવમાં મુદા માલ થી ત્રણ ગણો તોડ થયા ના સમાચાર વહેતા થયા હતા જેમાં તોડ ની રકમ પણ ભાવલા ટકા નામમાં બુટલેગર દ્વારા લેવામાં આવી હતી બાદમાં આ રકમ પરત કરી અને બધા જ આરોપીને પકડી લેવામાં આવ્યા હતા
હળવદ જાણે કામરૂ દેશની જેમ ચોર અને ડફેર ઘર બન્યું હોય એવી પરિસ્થતિ થઈ એની પાછળ હળવદ પી આઈ વ્યાસ અને તેના આકા dy sp સારડા છે જેમના રાજમાં હળવદમાં હજારો કરોડ ની ખનિજ ચોરી થઈ ફક્ત માનિતા વહીવટદારો ને હળવદ ટકવા દેવામાં આવે છે
હમણાં જ એક ગામ માં દેશી દારૂની ભઠ્ઠી ઉપર જનતા રેડ કરવાના વિડીયો વાયરલ થતાં જિલ્લાભર ની પોલીસ ની કામગીરી ઉપર સવાલો ઊભા થયા હતા, હળવદમાં ચાલતી શહેર ચોક ગેંગ વોર માં પોલીસને ફરિયાદી બનાવું જોઈ એવા કિસ્સા માં અરજી લઈ પોલીસ દ્વારા જ પૂરાવા નાશ કરી બંને ગેંગ વચ્ચે માંડવાલી કરાવી હતી જેથી પોલીસ વડાએ તમામ બાબતે ફરિયાદ નોંધવાની સૂચના આપતા હળવદના એડવાન્સ સ્ટાફે આ ફરિયાદ નોંધી દીધી
હળવદના રાતાભેર ગામે ભેંસ તથા પાડીની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાતા ચર્ચા નો માહોલ ઉભો થયો છે મળતી માહિતી મુજબ મુકેશભાઈ હેમુભાઈ ઇન્દરીયા (ઉ.વ.૩૭) ધંધો ( ખેતી કામ ) રહે રાતાભેર તાલુકો હળવદ વાળાએ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી કે કોઇ અજાણ્યા ચોર ઈસમ દ્રારા ફરીયાદીએ વાડીએ બાંધેલ ભેંસ નંગ-૧ જેની કિ.રૂ ૩૦,૦૦૦/- ગણી શકાય તે તેમજ પાડી નંગ-૧ જેની કિ.રૂ ૧૦,૦૦૦/- તેમજ સાથી અરજણભાઇની વાડીએથી ભેંસ નંગ-૧ જેની કિ.રૂ ૩૦,૦૦૦/- તેમજ સાથી વાઘજીભાઇની વાડીએથી ભેંસ નંગ-૧ જેની કિ.રૂ ૩૦,૦૦૦/- ગણી શકાય એમ કુલ ત્રણ ભેંસો તથા એક પાડી જેની કુલ કિ.રૂ ૧,૦૦,૦૦૦/- ગણી શકાય તે ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
હાલ હળવદ ચોર ડાકુ બુટલેગર અને ગુનેગારો સ્વર્ગે બની ગયું છે જો ભેંસ પાડી ચોરાઈ જતી હોય તો કિંમતી વસ્તુ બાબતે શું માહોલ હશે





