Monday, March 9, 2026

રાજનીતી મારો શોખ નહી, મારી મજબુરી’ ‘ગંદકી સાફ કરવા ગંદકીમાં ઉતરવું પડ્યું’: ઈશુદાન ગઢવી

Advertisement
Advertisement
Advertisement

‘રાજનીતી મારો શોખ નહી, મારી મજબુરી’ ‘ગંદકી સાફ કરવા ગંદકીમાં ઉતરવું પડ્યું’: ઈશુદાન ગઢવી

મોરબ: આજે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના સીએમના ચેહરા તરીકે ઈશુદાન ગઢવીના નામની જાહેરાત અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવી.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે તેના પડઘા વાગી રહ્યા છે તેવામાં દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના પીપળીયા ગામનાં વતની અને સામાન્ય ખેડૂત પરીરવારમાથી આવતા ઈશુદાન ગઢવીના નામની આમ આદમી પાર્ટીના સીએમના ચેહરા તરીકે જાહેરાત કરવામાં આવી છે. આવો જાણીએ થોડું ઈશુદાન ગઢવી વિશે

ઈશુદાન ગઢવી એક સામાન્ય ખેડૂત પરીરવારમાથી આવે છે તેમને લોકો વિટીવી ન્યૂઝ પર આવતા મહામંથન નામના શો થી સૌ કોઈ ઓળખતું થયું હતું. ઈશુદાન ગઢવી દ્વારા વિટીવીના માધ્યમથી લોકોના પ્રશ્નોને વાચા આપી ખેડૂતોને ન્યાય અપવતા હતા. ખેડુત પરીવારમાંથી આવતા હોવાથી એક ખેડૂત ને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે તે સારી રીતે જાણતા હતા. તેથી ખેડુતોના લોકપ્રિય ટીવી એન્કર બની ગયા હતા.

ભરોસાની ભ્રષ્ટ ભાજપ સરકાર સામે કોઈ બોલવા તૈયાર નથી એટલો ડર છે ત્યારે ઈશુદાન ગઢવી એ લોકો માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ગોપાલભાઈ ઈટાલીયા ના કહેવાથી પોતાની વિટીવીની જોબ છોડી ને રાજકારણમાં ઝંપલાવ્યું અને ખુલ્લે ખુલ્લો સરકારનો વિરોધ કર્યો તાનાશાહી સરકાર સામે પડ્યા અને સરકારને જનતાના પ્રશ્નો સાંભળવા મજબુર કરી ત્યારે આજે દિલ્હી આમ આદમી પાર્ટીના સીએમ અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાતની જનતાને પોતાનો સીએમ પસંદ કરવાની સુવર્ણ તક આપી જેમાં ઈશુદાન ગઢવી અને ગોપાલ ઈટાલીયા બે માંથી એક ચેહરા પસંદ કરવા જણાવ્યું જ્યારે ગુજરાતની જનતાએ ઈશુદાન ગઢવીને ૭૩% વોટ આપી ગુજરાતના આમ આદમી પાર્ટીના સીએમના ચેહરા તરીકે પસંદ કર્યા.

આમ આદમી પાર્ટીના સીએમના ચેહરા તરીકે પસંદ કરવા બદલ ઈશુદાન ગઢવીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરી જણાવ્યું હતું કે મારા ઉપર વિશ્વાસ રાખી મારા જેવા આમ આદમીને આવડી મોટી જવાબદારી સોંપવા બદલ હુ આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજી અને ખાસ કરીને ગુજરાતીની જનતાનો દીલથી આભાર વ્યક્ત કરું છું. હુ તમને વચન દવ છું કે સેવક બની લોકના હીતમા કામ કરીશ.

Related Articles

Total Website visit

1,595,188

TRENDING NOW