રબારી સમાજની જગ્યા શ્રી વડવાળા મંદિર દુધરેજધામના સંતોની મંડળીનુ મચ્છુકાંઠા પરગણામાં હર્ષથી સ્વાગત

અખિલ ભારતીય રબારી સમાજ ની ગુરૂગાદી શ્રી વડવાળા મંદિર દુધરેજ ધામ થી પધારેલ જગ્યાના મહંત પરમ પૂજ્ય નિર્મોહી પિઠાધિશ્વર અનંત શ્રી વિભુષિત શ્રી શ્રી ૧૦૦૮ મહા મંડલેશ્વર શ્રી કનીરામદાશજી મહારાજ તથા સંતોની મંડળી ગુરુ પરંપરા મુજબ સમગ્ર મચ્છુકાઠા રબારી સમાજ માં ઘરે ધરે પૂ.બાપુ તથા સંતોના પાવન પગલાં કરી રહ્યા છે, ગુરુ પરંપરા અનુસાર જગ્યાના મહંત કાર્યકાળ દરમિયાન સમગ્ર રબારી સમાજ માં મહંત તથા સંતોની મંડળી સમાજ માં એક વખત ઘરે ઘરે અને નેહડે નેહડે પાવન પધરામણી કરવા પધારતા હોય છે જેમાં સમાજ ના લોકો પોતાની યથા શક્તિ પ્રમાણે આ જગ્યા ના ટકાવ માટે અને ધર્મને ટકાવવા માટે પૂ.બાપુના ચરણે દાન (ફાળો) અર્પણ કરતા હોય છે.પૂ.બાપુ અને સંતોની મંડળી ને મચ્છુકાંઠા રબારી સમાજ ગામો ગામ ભવ્ય સ્વાગત કરી હર્ષથી આવકારી રહ્ય છે.
