રફાળેશ્વર નજીક બાઇક હડફેટે યુવક ઇજાગ્રસ્ત.
મોરબી વાંકાનેર હાઇવે પર રફાળેશ્વર નજીક બાઇક ચાલકે યુવકને હડફેટે લેતા યુવક ઇજાગ્રસ્ત થયો હતો ત્યારે હાલ બાઈક ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર રફાળેશ્વર ચોકડી નજીક જીજે – 36 – K – 5678 નંબરના બાઈક ચાલકે રસ્તો ઓળંગી રહેલા પ્રકાશભાઈ ઉર્ફે પંકજ કાંતિભાઈ ચાવડા નામના યુવાનને હડફેટે લઈ ઇજાઓ પહોંચાડી બન્ને પગમાં ફ્રેક્ચર કરી નાખતા બાઈક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.





