રંગીલા રાજકોટની દીવાલો પર આલેખાઈ વિકાસ ગાથા
સોલાર પાર્ક , નર્મદા ડેમ, પ્રવાસન સ્થળોના ચિત્રો વિકાસની ઝાંખી કરાવશે
રાજકોટ તા. ૧૧ ઓક્ટોબર – વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુ-શાસનના ૨૩ વર્ષની ઉજવણીના ભાગરૂપે તા.૭ ઓક્ટોબરથી તા.૧૫ ઓક્ટોબર દરમિયાન “વિકાસ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં કલેકટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા અને તાલુકા કક્ષાએ શપથ ગ્રહણ સહિત વિવિધ સ્પર્ધાઓના આયોજન કરવામાં આવ્યા છે.
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃર્તીઓના વિભાગ દ્વારા રંગીલા રાજકોટ કે જેની એક ઓળખ ચિત્ર નગરી તરીકેની પણ છે, ત્યાં વિવિધ સરકરી વિભાગની કચેરીઓની દીવાલો પર વિકાસ ગાથા વર્ણવતા ચિત્રો દોરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
રાજકોટના જિલ્લા પંચાયત ચોક, રેસકોર્સ સ્થિત સરકારી બંગ્લોઝની દીવાલો, સ્પોર્ટ્સ હોસ્ટેલ, તેમજ રૂડા બિલ્ડીંગ આસપાસ વિકાસની ઝલક પુરી પાડતા ભીંત ચિત્રો દોરવામાં આવી રહ્યા છે. જેમાં સોલાર પાર્ક, નર્મદા ડેમ, વિવિધ પ્રવાસન સ્થળોના ચિત્રો બનાવવાની કામગરી ચાલી રહી હોવાનું જિલ્લા રમત વિકાસ અધિકારી રમા મદ્રાએ માહિતી આપતા જણાવ્યું છે.