મોરબી તાલુકાના રંગપર ગામે ૩૦૦ લીટર દેશી દારૂ ભરેલી ક્વાલીસ કાર સાથે એક ને પોલીસે પકડી પાડેલ છે. જ્યારે અન્ય ત્રણ ઇસમોનો નામ ખુલતા મોરબી તાલુકા પોલીસે શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રંગપર ગામના બસસ્ટેન્ડ નજીક સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઢેઢુંકી ગામના જીગ્નેશભાઇ કુકાભાઇ લગદાણીયા, પ્રવિણભાઇ દિલુભાઇ માંડલીયા નામના આરોપીઓએ જીજ્ઞેશભાઇ ઉર્ફે ડાકુ કાળુભાઇ પંચાળા ( રહે. ઢેઢુંકી તા.સાયલા, જી.સુરેન્દ્રનગર) નામના આરોપીને કવાલીસ કારમાં દેશી દારૂ ભરી આરોપી અનવરભાઇ ઉર્ફે દડી હાજીભાઇ માલાણી જાતે.મીયાણા (રહે. કાંતીનગર, મોરબી)ને દેશી દારૂનો જથ્થો સપ્લાય કરવા મોકલ્યો હતો. આ સમયે પોલીસે રંગપર ગામના બસ સ્ટેન્ડ નજીકથી કવાલીસ કાર નં-GJ-11-S-2336 (કિં.રૂ. ૪,૦૦,૦૦૦) માં દેશી દારૂ લી.-૩૦૦ (કિં.રૂ. ૬૦૦૦) તથા એક મોબાઇલ ( કિં.રૂ. ૫૦૦૦) મળી કુલ મુદ્દામાલ રૂ. ૪,૧૧,૦૦૦ સાથે પોલીસે ક્વાલીસ કારના ચાલકને ઝડપી પાડેલ છે. અન્ય ત્રણ આરોપીઓના નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે. આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.