રંગપર ગામે થી યુવક લાપતા,ફરિયાદ નોંધાઇ.
રંગપર ગામે રહેતા એક યુવક ઘરે કઈ પણ કહ્યા વગર નીકળી ગયો હોઈ. ત્યારે આ બાબતે યુવકની માતા એ પોલીસ મથકમા ફરિયાદ નોંધવી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રંગપર ગામેથી રોનકભાઈ દિનેશભાઈ સાંગઠીયા નામનો યુવાને તા. ૩૦/૦૫/૨૦૨૩ ના રોજ સવારના છ વાગ્યે ઘરેથી કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયેલ છે જેથી લાપતા થતા રોનકભાઈની માતા ટીનાબેન દિનેશભાઇ સાંગઠીયાએ મોરબી તાલુકા પોલીસમાં લાપતા થયાની ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે લાપતા થયાની નોંધ કરીકાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.