Saturday, May 3, 2025

યુવરાજસિંહ જાડેજાની ધરપકડના પડઘા મોરબીમાં: રાજપૂત કરણી સેના દ્વારા આવેદનપત્ર પાઠવાયું

Advertisement
Advertisement
Advertisement

યુવરાજસિંહ જાડેજાની ધરપકડના પડઘા મોરબીમાં: રાજપૂત કરણી સેના દ્વારા આવેદનપત્ર પાઠવાયું

શ્રી રાજપૂત કરણી સેના મોરબી જીલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા અને મોરબી શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ રાજપૂત કરણી સેના દ્વારા કલેકટરને આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સરકારી ભરતી પરીક્ષાઓમાં થતી ગેરરીતી અને પેપરલીક કોભાંડના પુરાવા યુવરાજસિંહ જાડેજાએ મીડિયાના માધ્યમથી ઉજાગર કરી લાખો યુવાનોનો અવાજ ઉઠાવતા રહ્યા છે યુવરાજસિંહ જાડેજા દ્વારા ઉઠાવેલ અવાજને કારણે બિન સચિવાલય ક્લાર્કથી માંડીને અનેક ભરતી પરીક્ષાઓ રડ કરવાની સરકારને ફરજ પડી હતી

તેઓ વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા લડત આપી રહ્યા છે ત્યારે યુવાનોના પ્રશ્નો રજુ કરતા યુવરાજસિંહ જાડેજા ગુજરાત સરકારની મદદ કરે છે તેથી તેમને ન્યાય આપી સરકારે સાચા ગુનેગારોને પકડી યુવરાજસિંહ પર ગાંધીનગર પોલીસ દ્વારા ખોટી રીતે લગાવેલ કલમ ૧૧૪,૩૦૭ અને ૩૩૨ જેવી કલમો હટાવી તેમને ધરપકડમાંથી મુક્ત કરવામાં આવે તેવી માંગ કરી છે.

Related Articles

Total Website visit

1,502,724

TRENDING NOW