Thursday, May 8, 2025

યંગ ઈન્ડીયા ગ્રુપ દ્વારા મોરબીના પછાત વિસ્તારમાં જરૂરિયાતમંદ પરિવારને રાશન કીટ વિતરણ કરાઇ

Advertisement
Advertisement
Advertisement

મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તાજેતરમાં તાઉતે વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહતસામગ્રી પહોંચાડવામાં આવી છે. ત્યારે સતત પાંચમા દિવસે વાવાઝોડાગ્રસ્ત ગામડાઓના લોકો માટે સેવા રથ ચાલુ હોય એની સાથે સાથે મોરબીમાં પણ કોરોના કાળમાં હાલ ચાલી રહેલ મીની લોક ડાઉનમાં નાના લોકોની ચિંતા કરી તેમનું ધ્યાન રાખવામાં આવી રહેલ છે.

જેથી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા હાલ મોરબીના ઉમિયાનગર, માળિયા-વનાળિયા, રામદેવનગર, લાલપર, ત્રાજપર, જવાહર સોસાયટી, વણકરવાસ, નિલકમલ સોસાયટી, લીલાપર રોડ ,વી.સી પરા તથા મોરબી શહેર ના પછાત વિસ્તાર પર રહેતા રોજ નું કમાઈ ને રોજનું ખાતા હોય તેવા અને અતિ ગરીબ લોકો જેની હાલત હાલ સાવ નિરાધાર સમાન થઈ ગયેલ છે. એવા પરિવાર માટે આવતા ૧૫ દિવસ સુધી ચાલે એટલા રાશનની વ્યવસ્થા કરી આપવામાં આવેલ છે. યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પ્રથમ લોક ડાઉન દરમ્યાન પણ ૨૩૦૦૦૦ ઉપર રાશન કીટનું વિતરણ કરી મોરબીના નાનામાં નાના પરિવારના ઘરના ચૂલા સળગે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

Related Articles

Total Website visit

1,502,798

TRENDING NOW