Sunday, March 15, 2026

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શ્રાવણ માસના સોમવારે પણ ખરા અર્થે ભગવાન શિવ રાજી થાય તેવું સરાહનીય કાર્ય

Advertisement
Advertisement
Advertisement

બાળકોને દૂધપાક- પુરીભાજીનું ભરપેટ ભોજન કરાવતું યંગ ઇન્ડિયા ગ્રુપ

મોરબીમાં દરેક તહેવારોની અનોખી ઉજવણી કરવા માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે શ્રાવણ માસના ત્રીજા સોમવારે પણ ખરા અર્થે ભગવાન શિવ રાજી થાય તેવું સરાહનીય કાર્ય કર્યું હતું ખાસ કરીને દુધથી વાંચીત રહેતા ઝૂંપટપટ્ટીના ગરીબ બાળકો સહિત 1200 લોકોને દૂધપાક- પુરીભાજીનું ભરપેટ ભોજન કરાવીને તેમની જઠરાગ્નિ તૃપ્ત કરીને જીવ રાજી તો શિવ આપોઆપ રાજીનો સંદેશ જનજન સુધી પહોંચાડ્યો છે.

મોરબીમાં જન્મદિન હોય કે દરેક તહેવારોની ઉજવણી હોય તેમ વિશિષ્ટ રીતે કાંતિકારી ભાત પાડનાર યંગ ઇન્ડિયા ગ્રુપે આજે શ્રાવણ માસના ત્રીજા સોમવારની પ્રેરણાત્મક ઉજવણી કરી હતી. ખાસ કરીને શિવ ભક્તો સોમવારે ભગવાન શિવને રાજી કરવા માટે શિવલિગ પર દૂધ ચડાવતા હોય છે ત્યારે વર્ષોની આ પ્રણાલીકામાં યંગ ઇન્ડિયા ગ્રુપે છેલ્લા નવવર્ષથી કાર્તિકરી બદલાવ લાવ્યો છે. જેમાં આજે યંગ ઇન્ડિયા ગ્રુપે વર્ષોની ધાર્મિક શ્રદ્ધાંનો આદર સત્કાર કરી આજે શ્રાવણ માસના સોમવારે શિવલિગને પ્રતીકાત્મક દૂધ અર્પણ કરીને બાકીનું દૂધ જે બાળકોને જરૂરીયાત હોય છે તેમને આપીને શિવને રાજી કરવાનો સરાહનીય પ્રયાસ કર્યો છે.

યંગ ઇન્ડિયા ગ્રુપે દૂધપાક બનાવીને પુરીભાજીનો પૌષ્ટિક આહાર આજે શહેરની ઝૂંપટપટ્ટી વિસ્તારના ગરીબ બાળકો સહિત ૧૨૦૦ લોકોને ભરપેટ ભોજન કરાવીને જઠરાગ્નિ તૃપ્ત કરી હતી.આ તકે યંગ ઇન્ડિયા ગુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, અમે કંઇ મોટું કામ કર્યું નથી. આપણા જ ગામમાં રહેતા અને પોષણક્ષમ આહારથી વંચિત એવા બાળકોને ભોજન કરાવી તેમના જઠરાગિ્ન ઠારવાનો આ એક નાનકડો પ્રયાસ છે.અમારું ગ્રુપ વર્ષોની ધાર્મિક માન્યતાઓ અને શ્રદ્ધાનો ખુબજ આદર કરે છે. લોકોની અસ્થાને ઠેસ પહોંચાડવાનો અમારો કોઈ હેતુ જ નથી પણ ખરેખર આપણે શિવને રાજી કરવા માંગતા હોય તો પહેલા જીવને રાજી કરવા પડે. જીવ રાજી હોય તો શિવ આપોઆપ તમારા પર પ્રસન્ન થઈ જશે. જો જીવ જ દુઃખી હોય તો તો શિવ કેવી રીતે રાજી થશે. એથી અમે દુઃખયા જીવને રાજી કરીને શિવને રાજી કરવાનો સકારાત્મક પ્રયાસ કર્યો છે. લોકો અમારી આ ભાવના અને હેતુનું અનુસરણ કરે તેવો અમારો આ કાર્ય પાછળનો ઉદેશ્ય છે. જો શિવજીના બધા જ ભક્તો આ રીતે વિચારે અને કર્મ કરે તો અમારો પ્રયાસ સફળ નીવડશે સાથે સાથે વેશ્વિક કોરોના મહામારીથી દેશ અને દુનિયાને ભગવાન મહાદેવને પ્રાથના કરીએ કે માનવજાતિ પર આવેલા આ મહાસંકટ થી મુક્તિ અપાવે અને અમારું આ કાર્ય આગામી શ્રાવણ માસમાં પણ અવિરત રીતે ચાલુ રાખીશું તેવું તેમણે જણાવ્યું હતું.

Related Articles

Total Website visit

1,597,319

TRENDING NOW