Saturday, March 7, 2026

“મ્યુલ એકાઉન્ટસ” હોલ્ડર વિરૂધ્ધ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા કાર્યવાહી સાથે પ્રજા જોગ સંદેશ

Advertisement
Advertisement
Advertisement

“મ્યુલ એકાઉન્ટસ” હોલ્ડર વિરૂધ્ધ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા કાર્યવાહી સાથે પ્રજા જોગ સંદેશ પણ આપેલ

તાજેતરમાં સાયબર ક્રાઇમના બનતા ગુનાઓમાં વપરાતા મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરી સાયબર ફ્રોડ આચરતા ગુનેગારો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના થયેલ. જેથી અમો પોલીસ ઇન્સ્પેકટરશ્રી એન.એ.વસાવા તથા મોરબી સાયબર ક્રાઇમ પોલીસ ટીમ અને મોરબી જીલ્લા પોલીસ દ્વારા ભારત સરકારના 14C (Indian Cyber Crime Coordination Center), નવી દિલ્હી તરફથી મ્યુલ બેંક અકાઉન્ટોની પ્રાપ્ત થયેલ માહિતીના આધારે, મોરબી જીલ્લામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તથા મોરબી જીલ્લાના પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમો, બનાવી સાયબર ફ્રોડના નાણા જે બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે તેવા મ્યુલ એકાઉન્ટની તપાસ હાથ ધરવામાં આવતા આવા મ્યુલ એકાઉન્ટોમાં સાયબર ફ્રોડમાં ગયેલ રૂપિયાઓને એ.ટી.એમ. તથા ચેકથી ઉપાડ કરેલ હોય જે નાણાકીય વ્યવહાર શંકાસ્પદ જણાયેલ આવેલ હોય જે આવા નાણાકીય વ્યવહાર કરનાર ઇસમોએ સંગઠીત અપરાધ કરી ગુનાહીત કાવતરૂ રચી, અલગ-અલગ રાજ્યોના વ્યક્તિઓ સાથે વિશ્વાસઘાત/છેતરીપીંડી કરી સાયબર ફ્રોડથી મળેલ નાંણા સગેવગે કરવા તથા પોતાના આર્થિક લાભ સારૂ પોતાના બેંક અકાઉન્ટમાં જમા થયેલ સાયબર ફ્રોડની રકમને ચેક તથા ATM દ્વારા નાણાકીય વ્યવહાર કરી ગુનો કરેલ હોય જેના આધારે (૧) યશ મહેશભાઇ વાધડીયા (૨) કમલ જયેશભાઇ રાણપરા (૩) દિપકદાસ કાન્તીદાસ વૈષ્ણવ (૪)દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (૫) આયુષરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા તમામ વિરૂધ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવામાં આવેલ છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ગુન્હા નં ૧૦/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ- ૧૧૧(૨)(બી), ૩૧૬(૫), ૩૧૮(૪), ૬૧(૨), ૩૧૭(૨) મુજબ પકડાયેલ આરોપીઓ ના મ્યુલ એકાઉન્ટમાં સાયબર ફોડથી આવેલ કુલ રૂ.૮૯,૭૯,૦૬૫/-જમા થયેલ તેમજ ચેકથી વિડ્રો કરેલ છે.
– પ્રજાજોગ સંદેશ – પોલીસ અને અન્ય તપાસ સંસ્થાઓની નજરમાંથી બચવા માટે ઠગ ટોળકીઓ સામાન્ય લોકોને નજીવી રકમની લાલચ આપી સકંજામાં લે છે, અને નાણાંની હેરફેર કરવા માટે તેઓના બેંક ખાતાનો ઉપયોગ કરે છે. આવા બેંક એકાઉન્ટ “મ્યુલ એકાઉન્ટ” તરીકે ઓળખાય છે આથી પોતાનું બેંક ખાતુ કે સીમકાર્ડ કોઇપણ વ્યક્તિને કોઇપણ બહાને કે લાલચમાં આવીને વાપરવા આપવા જોઇએ નહી, આવા એકાઉન્ટ નો ગેરકાયદેસર ઉપયોગ માટે એકાઉન્ટધારક જ જવાબદાર રહે છે.

Related Articles

Total Website visit

1,595,069

TRENDING NOW