Monday, June 8, 2026

મોરબી NCCના બે ઓફિસરે રાષ્ટ્રીય કક્ષાની થલ સૈનિક કેમ્પની સ્પર્ધામાં સુવર્ણપદક જીત્યો

Advertisement
Advertisement
Advertisement

મોરબી NCCના બે ઓફિસરે રાષ્ટ્રીય કક્ષાની થલ સૈનિક કેમ્પની સ્પર્ધામાં સુવર્ણપદક જીત્યો

મોરબી: મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી મહેન્દ્રસિંહજી સાયન્સ કોલેજના એનસીસી ઓફિસર કેપ્ટન શર્માના માર્ગદર્શન હેઠળ બે અન્ડર ઓફિસર રાષ્ટ્રીય કક્ષાની વિવિધ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી સુવર્ણપદક જીતી મોરબી જિલ્લાનું અને ગુજરાતનું નામ ગર્વથી ગુંજતું કરી દીધી છે.

સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત મહારાજા શ્રી મહેન્દ્ર સિંહજી સાયન્સ કૉલેજ ના NCC ઓફિસર કેપ્ટન શર્માએ જણાવ્યું છે કે તેમના કેડેટ સિનિયર અંડર ઓફિસર ચિરાગ કારોત્રા, તેમજ અંડર ઓફિસર અમિત બતાળા રાષ્ટ્રીય લેવલ પર થલ સૈનિક કેમ્પ ના વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમ મેળવી સુવર્ણ પદક મેળવેલ છે.

આ કેમ્પમાં ભારતના બધા પ્રાંતના કેડેટ આવતા હોય તેમાં તેઓ કઠોર મહેનત કરી આ પદક મેળવેલ છે જે બદલ સોસાયટીના પ્રમુખ પ્રદીપભાઈ તેમજ રજની ભાઈ , દેવાંગભાઈ તથા કૉલેજના પ્રિન્સીપાલ ડોક્ટર માંડવીયા, દંગી સાહેબ તેમજ ગરમોરા સાહેબે તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે અને ઉત્તરોઉત્તર પ્રગતિ કરે તે આશીર્વાદ આપયા છે.

Related Articles

Total Website visit

1,607,902

TRENDING NOW