Sunday, June 7, 2026

મોરબી: હાઈકોર્ટેની ફટકાર બાદ પંચાસર રોડ પર બહુમાળી બિલ્ડીંગોનુ મેગ ડીમોલેસન

Advertisement
Advertisement
Advertisement

મોરબી: હાઈકોર્ટેની ફટકાર બાદ પંચાસર રોડ પર બહુમાળી બિલ્ડીંગોનુ મેગ ડીમોલેસન

મોરબી: મોરબી શહેરમાં નગરપાલિકાના છુટાદોર ના કારણે ઘણી બધી જગ્યાએ શહેરમાં ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા છે. મોરબી શહેરના તમામ વિસ્તારમાં તંત્રની મંજૂરીની પરવા કર્યા વગર છડેચોક ગેરકાયદેસર બિલ્ડીંગો બાંધવામાં આવી રહ્યા છે અને સામાપક્ષે આવા બાંધકામ રોકવાની ફરજ છે એવા નગરપાલિકા તંત્ર દ્વારા માત્ર મૂંગા મોઢે તમાશો જોવામાં આવે છે. ત્યારે મોરબીના પંચાસર રોડ ઉપર પ્રમુખ પાર્ક પાછળ જીડીસીઆરના તમામ નીતિ -નિયમોની પરવાહ કર્યા વગર કોઈપણ જાતની મંજૂરી વગર સાત-સાત માળના ભયજનક બાંધકામો ખડકી દેવામાં આવતા આ બાબતે સ્થાનિક નાગરિકે બિલ્ડર અને નગરપાલિકા તંત્ર વિરુદ્ધ હાઇકોર્ટમાં લાંબી લડત આપી અંતે આજે નગરપાલિકા દ્વારા હાઇકોર્ટના આદેશ બાદ આ સાત માળના બિલ્ડીંગ ઉપર બુલડોઝર ફેરવવી બિલ્ડીંગો પાડવામાં આવી છે.

મોરબી નગરપાલિકા વિસ્તારમાં જીડીસીઆરના કોઈ નિયમો પરવાહ કર્યા વગર નગરપાલિકા કચેરીની આજુંબાજુ તેમજ શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં બાંધકામો તંત્રની કે ઓનલાઇન મંજૂરી વગર કરવામાં આવી રહ્યા છે. તેજ રીતે પંચાસર રોડ ઉપર પ્રમુખપાર્ક-1 પાછળ શ્રીનાથજી એન્ટરપ્રાઇઝ તેમજ અન્ય બિલ્ડરો દ્વારા ભૂકંપ પ્રભાવિત મોરબીમાં સાત-સાત માળના બિલ્ડીંગો માર્જિન છોડયા વગર બાંધકામ કરવાનું શરૂ કરતા પ્રમુખ પાર્કના રહેવાસી ભાવેશભાઈ રણછોડભાઈ કુંડારીયા દ્વારા ગેરકાયદેસર રીતે બનતા બહુમાળી બાંધકામો અટકાવવા મોરબી નગરપાલિકામાં માર્ચ મહિનાથી સતત રજુઆત કરતા પાલિકા તંત્રએ ફક્ત બાંધકામ અટકાવવા નોટિસ ફટકારી સંતોષ માન્યો હતો. જો કે, નગરપાલિકાની નોટિસ છતાં દિવસ અને રાત બિલ્ડરો દ્વારા બાંધકામ ચાલુ રાખવામાં આવતા અને ભાવેશભાઈ કુંડારીયા દ્વારા નામદાર હાઈકૉર્ટનું બારણું ખખડાવ્યું હતું.

નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામ અટકાવવા કાર્યવાહી કરી ના હોય જેથી અરજદાર ભાવેશ રણછોડભાઈ કુંડારિયા દ્વારા હાઈકોર્ટમાં પીટીશન દખલ કરવામાં આવી હતી જેના પગલે હાઈકોર્ટે પણ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા આદેશ કર્યો હતો ગેરકાયદેસર બાંધકામ અંગે શ્રીનાથજી એન્ટરપ્રાઈઝના મિત શાંતિલાલ બેચર, ડેનીશ જગદીશભાઈ ગામી અને રમેશભાઈ મનજીભાઈ ભટ્ટાસણા વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો અને બિલ્ડીંગ તોડી પાડવા આદેશ કર્યો હતો જેથી આજે મોરબી નગરપાલિકાના બદલી પામેલા ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા સહિતની ટીમે સ્થળ પર પહોંચી બિલ્ડીંગ તોડવા આદેશ આપ્યા હતા અને બિલ્ડીંગ ઉપર બુલડોઝર ફેરવી બિલ્ડીંગ તોડવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આ મોરબીના ઈતિહાસમાં પ્રથમ વખત મેગા ડીમોલેશન કરવામાં આવી રહ્યું છે.

Related Articles

Total Website visit

1,607,830

TRENDING NOW