મોરબીના હજનાળી ગામે ગઢવી સમાજ દ્વારા આગામી તા.21/4/2021 રામનવમીના રોજ આયોજીત ચારણ મહાત્મા પુ. ઈશરદાસજી બારહટ મહાપ્રયાણ મહોત્સવ 2021 નું આયોજન હાલની વર્તમાન કોરોના મહામારીને કારણે મોકૂફ રાખવામા આવ્યો છે. જે અંતૅગત યોજાનાર હરિરસસભા, મહાપ્રસાદ, શોભાયાત્રા, સન્માન સમારોહ, સંતવાણી ડાયરો સહીતના તમામ કાર્યક્રમ રદ કરવામા આવ્યા છે. જેની સવૅ ભાવિકોએ નોંધ લેવા પુ.ઈશરદાસજી ટ્રસ્ટના સંયોજક ડૉ.કિશોરદાન ગઢવીની યાદીમા જણાવામા આવ્યુ છે.