Thursday, May 8, 2025

મોરબી સિવિલ હોસ્પિટલમાં રેમડેસીવીર ઇન્જેક્શન માટે કોવિડ વોર્ડમાં જવું ન પડે તેના માટે માજી ધારાસભ્યની રજૂઆત

Advertisement
Advertisement
Advertisement

મોરબી સિવિલ હોસ્પિટલમાં રેમડેસીવીર ઇન્જેક્શન માટે કોવિડ વૉર્ડમાં જવું ન પડે તેના માટે મોરબી-માળિયાના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મોરબી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે.

મોરબી ખાનગી હોસ્પિટલના કોરોના દર્દીના સગા સબંધીઓએ મોરબી સિવિલમાં હોસ્પિટલમાં રેમડેસીવીર ઇન્જેક્શન લેવા માટે સિવિલ હોસ્પિટલના ત્રીજા ફ્લોર ઉપર જવું પડે છે. જેના કારણે અન્ય લોકો પણ કોરોનાનો ભોગ બને છે. જેના અનુસંધાને મોરબી જિલ્લા કલેક્ટરને રેમડેસીવીર ઇન્જેક્શન સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મળી રહે અને બધું લોકો સંક્રમિત ન થાય તેના માટે મોરબી-માળિયાના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કલેક્ટરને ટેલિફોનિક રજુઆત કરી સ્થિતિ વિશે વિચારણા કરવા જણાવેલ હતું.

Related Articles

Total Website visit

1,502,799

TRENDING NOW