મોરબી: સરકારી તંત્ર દ્વારા અને મોરબી સીરામીક એસોસીએસનના સહયોગથી મોરબી શહેરમા સ્વાગત ચોકડી અને ગેંડા સર્કલ ખાતે નિ:શુલ્ક કોરોના રેપીડ ટેસ્ટ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું.
આ બન્ને કેમ્પમાં કુલ ૧૯૦૦ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. જેમાં ૨૧૯ જેટલાં પોઝિટિવ કેસ નોંધાયા હતાં. ત્યારે આ બન્ને કેમ્પ આવતી કાલે તા. ૧૭ એપ્રિલના રોજ પણ ઉપરોક્ત સમયે કાર્યરત રહેશે તેવું સિરામિક એસો.એ જણાવ્યું હતું. આ કેમ્પમાં લોકોને પોઝીટીવ આવે તો તે માટે સરકારી તંત્ર દ્વારા દવા પણ નિ:શુલ્ક આપવામા આવશે માટે બઘાને આજુબાજુના જરૂરીયાતમંદ લોકોને જાણ કરવા વિનંતી છે. જેથી લોકોના ટેસ્ટ થઈ શકે અને પોઝીટીવ આવે તે લોકો સારવાર લઈ શકે
