મોરબી: પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાજપરના અદેપર ગામે મોરબી સીરામીક એસોસિયેશનના સહયોગથી કોરોના રેપિડ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં પ્રાથમિક હેલ્થ કેન્દ્ર રાજપરના સ્ટાફ CHO પ્રજ્ઞેશભાઈ, CHO આરતીબેન, MPHW ગોસાઈ વિજયગીરી હંસગીરી દ્વારા કોરોના રેપિડ ટેસ્ટની કામગીરી કરવામાં આવેલ હતી. જેમાં 80 જેટલા કોરોના રેપિડ ટેસ્ટ કરવામાં આવેલ હતા. જેમાં ગામના આગેવાન અને સરપંચ ઘનશ્યામભાઇ ગોવિંદભાઇ ફેફરના સહકારથી આ કેમ્પ યોજવામાં આવ્યો હતો.