મોરબી સબજેલ નજીક બાઇક ચલાવવા બાબતે સલાહ આપતા ત્રણ શખ્સોએ માર માર્યો.
મોરબી સબજેલ નજીક બાઇક લઇને નીકળેલા યુવકને બાઈક ચલાવવા બાબતે સલાહ આપતા બાઈક ચાલક સહિત ત્રણ શખ્સોએ માર માર્યો. ત્યારે આ બાબતે હાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
ત્યારે આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીની સબજેલ નજીક બાઈક લઈને નીકળેલા આદર્શ અતુલભાઈ ઝાલાને બાઈક ચલાવવા મામલે હસમુખભાઈએ સલાહ આપતા આરોપી અતુલભાઈ ગેલાભાઈ ઝાલા, આદર્શ અતુલભાઈ ઝાલા અને પપ્પુ અતુલભાઈ ઝાલાએ હસમુખભાઈ સાથે ઝઘડો કરવા લાગતા ફરિયાદી અજયભાઈ ગોવિંદભાઇ પરમાર વચ્ચે છોડાવવા પડતા ત્રણેય ઈસમોએ તલવાર, પાઇપ વડે હુમલો કરી બન્નેને ઇજાઓ પહોંચાડતા આ મામલે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે





