Tuesday, March 10, 2026

મોરબી-વાંકાનેર ને.હા. રોડ પર ટ્રકે બાઇકને અડફેટે લેતા એકનું મોત, એક ઈજાગ્રસ્ત

Advertisement
Advertisement
Advertisement

મોરબી-વાંકાનેર ને.હા. રોડ પર ટ્રકે બાઇકને અડફેટે લેતા એકનું મોત, એક ઈજાગ્રસ્ત

મોરબી: મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર સરતાનપર રોડની ચોકડી નજીક ટ્રક ટેલરે બાઈકને અડફેટે લેઈ મોટરસાયકલ પર ટાયર ફેરવી દેતા એકનું મોત નિપજ્યું હતું જ્યારે એક ઈજાગ્રસ્ત થયો હોવાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ વાંકાનેરના જુના ઢુવા દેવાયતસિંહ જાલાની ઓરડીમાં રહેતા લલ્લુભાઈ મુન્નાભાઈ નિશાદ (ઉ.વ.૩૬) એ આરોપી ટ્રક ટેલર નં – RJ-09-GD-7033 વાળાના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૨૩-૦૯-૨૦૨૨ ના રોજ બપોરના બારેક વાગ્યા વખતે આરોપીએ પોતાના હવાલા વાળુ ટ્રક ટ્રેલર નં. RJ-09-GD-7033 વાળુ ફુલ સ્પીડમા પુર ઝડપે અને ગફલતભરી રીતે માણસોની જંદગી જોખમાય તે રીતે ચલાવી આવી ફરીયાદીના ટીવીએસ લુના (મોપેડ) મોટરસાઇકલ નં. GJ- 36-A- 5513 વાળાને ઠોકર મારી ફરીયાદી તથા મોટરસાઇકલમા પછળ બેઠેલ મરણજનાર સોવરન બાબુરામ નિશાદ એમ બન્નેને મોટરસાઇકલ સાથે રોડમા પાડી દઇ મોટરસાઇકલ ઉપર તથા મરણજનારના શરીર ઉપર ટ્રક-ટ્રેલરનુ ટાયર ફેરવી દઇ શરીરે ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ઇ.પી.કો. કલમ-૨૭૯, ૩૦૪(અ) તથા એમ.વી.એ. કલમ-૧૮૪, ૧૭૭, ૧૩૪ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,259

TRENDING NOW