Friday, June 26, 2026

મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર ટ્રક હડફેટે બાઈક ચાલકનું મોત.

Advertisement
Advertisement
Advertisement

મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર ટ્રક હડફેટે બાઈક ચાલકનું મોત.

મોરબી વાંકાનેર નેશનલ હાઇવે પર લાલપર નજીક ટ્રક ચાલકે બાઈક ચાલકને પાછળથી ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. ત્યારે ટ્રકનું ટાયર બાઈક સવાર પર ફરી જતા બાઈક સવારનું મોત નીપજ્યું હતું

ત્યારે આ અંગે જાણવા મળતી માહિતી મુજબ મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર લાલપર નજીક RJ-07-GC-2371ના ટ્રક ચાલકે GJ-36-AG-8471 નંબરનું બાઈક લઈને જઈ રહેલા રાજેશભાઇ રતીલાલ ફળદુને પાછળથી ઠોકર મારતા ટ્રક ટેઇલરના ટાયર શરીર ઉપર ફરી વળતા રાજેશભાઈનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક વાહન રેઢું મૂકી નાસી ગયો હતો. આ ઘટના અંગે મૃતકના પુત્ર હિતભાઇ રાજેશભાઇ ફળદુએ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,609,376

TRENDING NOW