મોરબીના લાલપર ગામ નજીક નર્મદા કેનાલમાં ડુબી જતાં આધેડનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મોરબીનાં રામકૃષ્ણ સોસાયટી બ્લોક નં. C-2 માં રહેતા ધર્મેન્દ્રભાઈ નાનજીભાઈ ચાવડા (ઉં.વ.૪૯) નામનાં આધેડ ગઈકાલે તા. ૩૦નાં રોજ લાલપર ગામ પાસે નર્મદા કેનાલમાં કોઈ કારણસર પાણીમાં ડૂબી જતાં તેનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતકની ડેડબોડીને કેનાલમાંથી બહાર કાઢી હતી. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.