મોરબી: લાયન્સ ક્લબ દ્વારા સમગ્ર મોરબી શહેર વિસ્તારમાં જાહેર સ્થળો પર રાખવા માટે સિમેન્ટની પાણીની કુંડીનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવશે. તેમજ સાથે પક્ષીઓ માટેના પાણીના કુંડા પણ મળી રહેશે. સિમેન્ટ પાણીની કુંડીઓ પોપ્યુલર હાઉસ સરદાર રોડ, સુધારા શેરી ફાયર સ્ટેશન રોડ પાસે, સીન્ડીકેટ બેંક સામે મોરબીથી મેળવવાના રહેશે. આ પ્રોજેક્ટના મુખ્ય દાતા પરમાર દર્શનભાઈ દિલીપભાઈ છે.