મોરબી લક્કી ગ્રુપ દ્વારા ચકલી ઘરનું વિતરણ કરાશે

મોરબી: ધીમે-ધીમે ચકલીઓ લુપ્ત થતી જોવા મળી રહી છે. ત્યારે ઉનાળામાં પક્ષીઓ માટે રહેવા લક્કી ગ્રુપ દ્વારા વિનામૂલ્યે ચકલી ઘરનું વિતરણ કરાશે.

જેમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં હાઉસિંગ સર્કલ પાસે લક્કી ગ્રુપ દ્વારા ચકલી બચાવો ઝુંબેશ અર્તઁગત વિનામૂલ્યે તા.૨૦ના રોજ સવારે ૯ થી ૧૨ સુધી ચકલીના માળાનું વિતરણ કરવામાં આવશે.






