મોરબી રાજપૂત કરણી સેના દ્વારા મોરબી જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કર્મી તથા આર્મીમેનને સુબેદારનું પ્રમોશન મળતા મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં હાલમાં જ મોરબી જિલ્લા પોલીસમાં ASI માં ફરજ બજાવતા પરાક્રમસિંહ ઝાલાને PSI (હળવદ) તરીકે પ્રમોશન મળ્યું હતું. તથા રાજદીપસિંહ રાણા PSI (હળવદ) તેમજ વનરાજસિંહ રાણા PSI (મોરબી) ખાતે પોસ્ટિંગ થયું હતું. સાથે ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા સહદેવસિંહ ઝાલા (રવાપર નદી)ને સુબેદારનું પ્રમોસન મળ્યું હતું.
જેથી મોરબી રાજપૂત કરણી સેના દ્વારા PSI પરાક્રમસિંહ ઝાલા, PSI રાજદિપસિંહ રાણા, PSI વનરાજસિંહ રાણા તથા ઇન્ડિય આર્મીના સુબેદાર સહદેવસિંહ ઝાલાના પિતા પ્રતાપસિંહ ઝાલાનું મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે તમામ પ્રમોશન મેળવેલ પોલીસ કર્મી તથા આર્મીમેનને શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે રાજપૂત કરણી સેના જીલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા (સજનપર), મોરબી શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા (નાના વાગુદડ), મોરબી જિલ્લા ઉપપ્રમુખ શક્તિ સિંહ જાડેજા (પીલુડી), તેમજ ભગીરથ સિંહ જાડેજા (જાખર), રવિરાજસિંહ ઝાલા (પીપળી), યોગીરાજસિંહ ઝાલા (કીડી), ઓમદેવસિંહ જાડેજા (ગુંગણ), બ્રિજરાજસિંહ ઝાલા સોશ્યલ (મીડિયા ઈન્ચાર્જ), રઘુભા પરમાર (બગથરા), કૃષ્ણરાજ સિંહ (ખીજદડ) સહિતના ઉપસ્થિત રહ્યા હતા.