
મોરબી રાજકોટ હાઈવે પર વિરપર ગામ નજીક આવેલ ઓરેવા કંપનીમાં લાગેલી આગના દુર દુર સુધી ધુમાડાના ગોટા દેખાયા
મોરબી રાજકોટ હાઇવે ઉપર વિરપર ગામ નજીક આવેલ અજંતા ઓરેવા ફેકટરીમાં આજે વહેલી સવારે આગ લાગવાનો બનાવ બન્યો છે. જે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા દુર દુર સુધી ધુમાડાના ગોટા દેખાયા હતા જે આગને કાબુમાં લેવા મોરબી અને રાજકોટ ફાયર બ્રિગેડ ટીમની મદદ લેવાઈ છે. જે આગ બુજાવા આગ પર પાણીનો સતત મારો ચલાવી આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આગ એટલી ભયંકર હતી કે ત્રણ માળ સુધી આગના લબકારા જોવા મળતા કંપનીને વ્યાપક પ્રમાણમાં નુક્શાનીની ભીતિ સેવાઇ રહી છે. જો કે આગની ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી હાલ આગ બુઝાવવા માટે ઘટનાસ્થળે મોરબી રાજકોટ ફાયરબ્રિગેડની ટીમો આગ પર પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

