Monday, June 22, 2026

મોરબી રાજકોટ હાઇવે પર ત્રીપલ અકસ્માત. બાઈક,જેસીબી અને કાર વચ્ચે અકસ્માત.

Advertisement
Advertisement
Advertisement

મોરબી રાજકોટ હાઇવે પર ત્રીપલ અકસ્માત. બાઈક,જેસીબી અને કાર વચ્ચે અકસ્માત.

રાજકોટ મોરબી હાઈવે રોડ ઉપર સંગમ વોટર પાર્ક પાસે ના ડીવાઈડરના કટ પાસે રોડ ઉપર જે.સી.બી. કિયા કાર સાથે એક્સીડન્ટ કરી પાછળ આવતી ક્રેટા કાર કિયા કાર સાથે એક્સીડન્ટ થતા કીયા કાર યુવકના મોટરસાયકલ સાથે અથડાતા બાઈક સવાર યુવક તથા સાહેદ ઈજાગ્રસ્ત થયા હતા.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના વાઘપરા શેરી નં -૧૦ માં રહેતા જયભાઈ નલીનભાઈ જાની (ઉ.વ.૪૧) એ આરોપી જે.સી.બી. રજીસ્ટર નંબર -GJ-36-S-7571 ના ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૯-૦૪-૨૦૨૩ ના રોજ આરોપીએ પોતાના હવાલા વાળુ જે.સી.બી. નં- GJ-36-S-7571 વાળુ બેદરકારી અને ગફલત ભરી રીતે ચલાવી ઓચીંતા ડીવાઈડરના કટ માંથી વળાવી રોડ ઉપર આવતી કીયાકાર સાથે એકસીડન્ટ કરી પાછળ આવતી ક્રેટા કાર કીયા કાર સાથે એકસીડન્ટથતા કીયા કાર ફરીયાદીના મોટરસાયકલ સાથે એકસીડન્ટ થતા ફરીયાદીને તથા સાહેદને ડાબા પગમાં ફેકચર જેવી ઇજાકરી તથા માથાના તથા શરીરે સામાન્ય ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર જયભાઈનલીનભાઈએ આરોપી જે.સી.બી. ના ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,975

TRENDING NOW