મોરબી : રથયાત્રા અને ઈદ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
રાજ્યભરમાં આગામી દિવસોમાં હિન્દુઓની ભગવાન જગન્નાથની રથયાત્રા અને મુસ્લિમોની બકરી ઈદનો તહેવાર આવી રહ્યા છે. આ તહેવારો શાંતિમય માહોલમાં ઉજવાઈ તે માટે પોલીસ સતર્ક બની ગઈ છે. બંને તહેવારો દરમ્યાન કોઈ અનિચ્છનિય બનાવો ના બને તે માટે અત્યારથી પોલીસ સજાગ બની છે. બંને તહેવારોની ઉજવણી મોરબી તાલુકા અને આજુબાજુના ગામોમાં ભાઈચારા અને શાંતિથી ઉજવાઈ તે માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિ બેઠક બોલાવી હતી.

આ પ્રસંગે પોલીસ અધિકારીએ રથયાત્રા અને રમઝાન ઈદના તહેવારો શાંતિથી અને ભાઈચારા વચ્ચે યોજાઈ તે માટે અપીલ કરી હતી. તેમજ તે દિવસે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. આ બેઠકમાં બંંને સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
