Monday, June 22, 2026

મોરબી યુ.એન.મહેતા આર્ટસ કોલેજ મોરબી ખાતે ઇન્ટ્રીગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટ રિચ્  પ્રોગ્રામ અંતર્ગત ચિત્ર પ્રદર્શન

Advertisement
Advertisement
Advertisement

મોરબી યુ.એન.મહેતા આર્ટસ કોલેજ મોરબી ખાતે ઇન્ટ્રીગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટ રિચ્  પ્રોગ્રામ અંતર્ગત ચિત્ર પ્રદર્શન

મોરબી યુ.એન.મહેતા આર્ટસ કોલેજ મોરબી ખાતે ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલય કેન્દ્રીય સંચાર બ્યુરો,ફિલ્ડ ઓફિસ ભુજ દ્વારા
ઇન્ટ્રીગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટ રિચ્  પ્રોગ્રામ અંતર્ગત ચિત્ર પ્રદર્શનમાં માં ભારત સરકારનાં નવ વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ અને પોષણ માહ અગેનું ભવ્ય ચિત્ર પ્રદર્શન અને આનુષંગિક કાર્યક્રમનુ ઉદ્ઘાટન મોરબી કલેકટર જી.ટી પંડ્યાનાં વરદ હસ્તે કરવામાં આવેલ.
આ તકે પોતાના પ્રસંગોચિત વકતવ્ય માં મોરબી જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યા એ જણાવેલ કે ભારત સરકાર ની વિવિધ લક્ષી કલ્યાણકારી યોજના અંગે તલ સ્પર્શી માહિતી આપતા ભારત સરકારનાં  કેન્દ્રીય સંચાર બ્યુરો ભુજ આયોજિત પ્રેરક ત્રી દિવસીય આયોજન મોરબીનાં આંગણે આયોજન કરવામાં આવ્યું છે.જેનો મોરબી વાશીઓને બહોળા પ્રમાણમાં લાભ આ તકે લેવા અનુરોધ કરેલ.તેમજ ઉચ્ચ કારકિર્દી લક્ષી સચોટ માહિતી અને માર્ગદર્શન આપતા સુંદર પ્રદર્શનને બિરદાવેલ… આ પ્રસંગે વીવિધ હરીફાઈઓ અને સરકાર દ્વારા આભા કાર્ડ,પ્ર.મંત્રી આયુષ માન ભારત કાર્ડ,આધાર કાર્ડ , મિલેટ્સ અને પોષણ મહા વગેરે કાર્યક્રમ અનુલક્ષી વિશેષ આયોજન અને વિદ્યાર્થીઓ માટે કારકિર્દીલક્ષી શિક્ષણનાં સત્વ રૂપ  ભારત સરકાર ની વિવિધલક્ષી માહિતી આપતી બુક્લેટ્સનું પણ નિશુલ્ક વિતરણ કરાયેલ.

આ તકે મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજાએ આયોજક એવા ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલય નાં કેન્દ્રીય સંચાર બ્યુરો ભુજ ઉપક્રમે પ્રેરક આયોજન ને બિરદાવતા ટીમ ને અભિનંદન આપેલ અને બહોળા પ્રમાણ માં મોરબી વાસીઓ ને આ ત્રી દિવસીય જાણવા અને માણવા લાયક કાર્યક્રમ નો લાભ લેવા તેમજ અત્રે યોજવામાં આવેલ પ્રદર્શન અને આભા કાર્ડ કે જેમાં વ્યક્તિની દૂરંદેશી અભિગમ સાથે મેડિકલ હિસ્ટ્રી નો પણ સમાવેશ થતાં જુદી જુદી મેડિકલ ટ્રીટમેન્ટ ની ફાઈલ સાચવવી નહી પડે પરંતુ એક માત્ર આભા કાર્ડ માં આ તમામ વિગતો એક સાથે સંકળાઇ જતી હોય ભારત સરકાર દ્વારા સમગ્ર દેશ માં આ પ્રકાર ના આભા કાર્ડ નિશુલ્ક આપવામાં આવતા હોય ત્યારે અત્યંત જરૂરી એવા આભા કાર્ડ સહિત આધાર કાર્ડ,ઝીરો થી પાંચ વર્ષ નાં બાળકો નાં આધાર કાર્ડ , પ્રધાન મંત્રી આયુષ્માન કાર્ડ સહિત વિવિધ લક્ષી યોજનાઓ ની માહિતી આપતા સુંદર પ્રદર્શન સાથે પોષણ માહ અભિયાન અંતર્ગત ટીમ આઇ.સી.ડી.એસ અને આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.ત્યારે ભારત સરકાર નાં પ્રચાર પ્રસાર મંત્રાલય આયોજિત આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત સૌરાષ્ટ્ર કચ્છ વિભાગીય કચેરી દ્વારા આયોજિત આ ત્રીદિવસીય કાર્યક્રમ નો બહોળા પ્રમાણમાં લોકો ને લાભ લેવા અનુરોધ કરાયેલ..

ઉલેખનીય છે કે ભારત સરકારના નવ વર્ષ નાં સેવા,સુશાસન,ગરીબ કલ્યાણ ફોટો પ્રદર્શન સાથે નૂતન ભારતના નવનિર્માણ સાથે ભારત સરકાર,માહિતી અને પ્રસારણ મંત્રાલય કેન્દ્રીય સંચાર બ્યુરો ક્ષેત્રીય કાર્યાલય ભુજ દ્વારા મોરબી શ્રી યુ.એન.મહેતા આર્ટસ કોલેજ ખાતે ત્રી દિવસીય ત્રિવિધ કાર્યક્રમ નું સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત યુ.એન.મહેતા આર્ટસ કોલેજ ખાતે પ્રસંશનીય પ્રેરક આયોજન બદલ કોલેજ નાં પ્રિન્સીપાલ કે.આર. દંગી અને ટ્રસ્ટી ગણે બિરદાવી હતી..અને વિદ્યાર્થીઓ દ્વારા સરકાર નાં વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને આરોગ્ય,સુખાકારી,આયુષ,આભા કાર્ડ,આનાગન વાળી બહેનો, આઇ.સી.ડી.એસ. ઉપક્રમે પોષણ માસ ની પ્રેરક ઉજવણી સહિત પ્ર.મંત્રી આયુષ્માન કાર્ડ ,ઝીરો થી પાંચ વર્ષ નાં બાળકો માટે આધાર કેમ્પનાં આયોજનનો બહોળા પ્રમાણમાં માં લાભ લેવા ક્ષેત્રીય પ્રચાર અધિકારી કમલેશ મહેશ્વરી અને ટીમ દ્વારા જહેમત ઉઠાવવા માં આવી રહી છે..

Related Articles

Total Website visit

1,609,041

TRENDING NOW