Monday, May 5, 2025

મોરબી યુવા આર્મી ગ્રુપના મેન્ટર પિયુષભાઈ બોપલીયાનો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement

મોરબી : મૂળ મોરબીના ગાળા ગામના વતની અને હાલ ઉમા ટાઉનશીપ નીવાસી પિયુષભાઈ બોપલીયાનો જન્મ 26 સપ્ટેમ્બર, 1992માં થયો હતો. તેઓએ ધો. 12 વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ પૂર્ણ કરી દેશ માટે કઈ ખાસ કરવાના ઉદ્દેશથી તેઓ 2012 મા ભારતીય સેનામા સોલ્જર કમ ટેકનીશીયન તરીકે જોડાયા અને 2017 સુધીના 5 વર્ષના સમયગાળા દરમિયાન હૈદરાબાદ તથા જમ્મુ કાશ્મીર જેવા રાજ્યમા પોતાની સેવા આપી ચુક્યા છે.

મોરબીમા તેમને લોકોને પડી રહેલી લોહીની સમસ્યાના સમાધાન માટે 2018 મા તેમણે હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેટના ધ્યેય સાથે “યુવા આર્મી ગ્રુપ”ની સ્થાપના કરી કે જેની સેવાનો લાભ અત્યારે મોરબી તથા રાજકોટના લોકોને મળી રહ્યો છે. યુવા આર્મી ગ્રુપ મોરબી તથા રાજકોટના સભ્યો દ્વારા કોઈપણ બ્લડગ્રુપના બ્લડની ઈમરજન્સી જરુરીયાતની તાત્કાલિક વ્યવસ્થા કરી ગ્રુપ દ્વારા હજારો લોકોને બ્લડ ડોનેટ કરી સ્વસ્થ જીવન આપી ચુક્યા છે.કોરોના લોકડાઉન દરમિયાન પણ ગ્રુપ દ્વારા મોરબી ની હોસ્પિટલો તથા પરપ્રાંતીય લોકો માટે સંપૂર્ણ લોકડાઉન દરમિયાન ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી હતી અને બીજી વેવ દરમિયાન પણ ઓક્સિજન મશીન તથા એમ્બ્યુલન્સ જેવી ઈમરજન્સી સેવાઓ આપવામાં આવી હતી

આ ઉપરાંત, ભવિષ્યમાં તેઓ ચક્ષુદાન, ઓર્ગન ડોનેશન તથા એ માટે થઈને લોક જાગૃતિના કાર્યક્રમો પર કામ કરી વ્યક્તિના હ્રદય, કિડની તથા આંખો જેવા અંગોનું અન્ય શારીરીક અસ્વસ્થ વ્યક્તિમા ટ્રાન્સપ્લાન્ટ કરીને નવુ જીવન આપવા માટે થઈને કામ કરવા જઈ રહ્યા છે. જેનો લાભ પણ આવનારા દિવસોમાં મોરબીના લોકોને મળશે.

વધુમાં, તેઓ અન્ય સામાજીક સેવા કરતી સંસ્થા તથા લોકોને મદદરૂપ થવા હંમેશા આગળ પડતા હોય છે. સરસ વ્યક્તિત્વ અને શાંત સ્વભાવના તથા આદર્શ વ્યક્તિત્વ ધરાવતા પિયુષ ભાઈને તમામ સેવાભાવી લોકો તથા સામાજિક સેવાકાર્ય કરતી સંસ્થાઓ આજ રોજ પીયૂષભાઈને 29 વર્ષ પૂર્ણ કરી 30 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે અને તેમના દીર્ઘ આયુષ્ય માટે તેમને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ ધોધ વરસાવી રહ્યા છે.

Related Articles

Total Website visit

1,502,749

TRENDING NOW