મોરબી-માળિયામાં લીલો દુષ્કાળ જાહેર કરવા અને નર્મદાની કેનાલોમાં પાણી છોડવા બાબતે CM ને રજુઆત
મોરબી: મોરબી જીલ્લાના ઘણા ગામોમાં ૧૫૦ % કરતા પણ વધારે વરસાદ થયેલ હોય. આ વિસ્તાર માટે લીલો દુષ્કાળ જાહેર કરીને રાહત પેકેજની જાહેરાત કરવા તથા મોરબી જીલ્લામાં આવતી નર્મદાના ત્રણ બ્રાંચ કેનાલોમાં હાલમાં ખરીફ પાક માટે જરૂરી સિંચાઈ માટે પાણી આપવા તેમજ માળિયા તાલુકાના પીપળીયા ચાર – રસ્તાની આજુબાજુના વિસ્તારમાં પીવાનું પાણી પુરતું અને નિયમિત મળે તે માટે યોગ્ય કરવા અને મોરબી– માળિયા વિસ્તારના બાવન ગામોને કેનાલ દ્વારા સિંચાઈનું પાણી આપવા જ્યારે પેટા ચુંટણી સમયે આપેલ વચન મુજબ સિંચાઈનું પાણી કેનાલ દ્વારા દરેક ગામોને પહોચતું કરવા માંગ કરી છે.
તેમજ માળિયા તાલુકાના તરધરી ગામથી નાના દહીસરને જોડતો રસ્તો ડામરથી મઢવા, માળિયા શહેરને નેશનલ હાઇવેને જોડતો રસ્તો તાત્કાલિક પાકો અને ટકાઉ બનાવવા, માળિયા શહેરને S.S.Cની પરિક્ષાનું સેન્ટર આપવા , માળિયા શેહેરને બસ સ્ટેશન આપવા બાબતની વગરે જેવી માંગણીઓ બાબતે ચુંટણી પહેલા મંજુર થાય અને કામ શરૂ કરવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.





