મોરબીની ઉમિયાનગર સોસાયટી સો ઓરડી વિસ્તારમાં રહેતી પરિણીત મહિલાને માનસિક બીમાર હોય જેથી કંટાળી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે સો ઓરડીમાં આવેલ ઉમિયાનગર સોસાયટીના રહેતા જોશનાબેન મુકેશભાઈ પરમાર (ઉ.વ.૪૩) નામની મહિલાએ ગઇકાલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ મૃતક જોશનાબેન પરમાર છેલ્લા ૧૮ વર્ષથી માનસિક બીમારી હોય જેની દવા ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.