૨૩,સપ્ટેમ્બર ૧૯૧૭ ઍટલે કે ૧૦૭ વર્ષ પહેલાં પરમ પૂજ્ય ડૉ. બાબા સાહેબ આંબેડકરે વડોદરા શહેર ના કમાટી બાગ માં એક ઝાડ નીચે રડતા રડતા સંકલ્પ લીધો હતો કે પશુ કરતાંય બદતર જીવન જીવતા મારા લાખો, કરોડો બંધુ ઓ ને ને હુ ગુલામીની જંજીરો માંથી બહાર કાઢીશ અને સન્માનનીય જીવન અપાવીશ તેમજ જાતિવાદ ની ખરાબ વ્યવસ્થા નો નાશ કરી દઈશ.
ભારતીય સંવિધાન નિર્માતા,પરમ પૂજ્ય ડૉ. બાબા સાહેબ આંબેડકરે લીધેલ સંકલ્પ ને સાર્થક કરવા આજ રોજ મોરબી જિલ્લાના “મૂળનિવાસી બહુજન સંઘ “દ્વારા તન, મન અને ધન થી દલીત,ગરીબ, પીડિત, શોષિત અને વંચિત સમાજ ના ઉત્થાન માટે સહયોગી બની બાબા સાહેબ ની પ્રતિમાને ફુલહાર કરી સમુહમાં સંકલ્પ જાહેર કર્યો હતો.
આ તકે નાનજીભાઈ સોલંકી, ભરતભાઈ સાગઠીયા, મુકેશભાઈ ઉભડીયા, જયેશભાઈ ખરા, કમલેશ ભાઈ સોલંકી, અનિલભાઈ અંબાલીયા અશ્વિનભાઈ પરમાર, રમેશભાઈ મકવાણા,અશોકભાઈ ચાવડા, નરશીભાઈ વરણ,હેમંતભાઈ ચાવડા, દક્ષાબેન ખરા, નિકિતાબેન સોલંકી, મુળી બેન મકવાણા હાજર રહ્યા હતા.