મોરબી: DEO / DPEO અને ડાયેટના પ્રાચાર્ય તરીકે સેવા બજાવનાર મુનાફ નાગાણી સાહેબ કોરોનાને લઈ જન્નતનશીન થયા છે. ગત તા.08ના રોજ તેમણે “મનગમતાને મળી લેજો હો,મોતનો વાયરો વાય છે” મુજબનો મેસેજ દિનેશભાઈ વડસોલાને કર્યો હતો.

મોરબી પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ (સરકારી) મોરબી જિલ્લાના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ મુનાફ નાગાણી સાહેબ સાથે ખૂબ કામ કર્યું હતું. દિનેશભાઈ તેમના વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, જેઓ હમેશા “મારા વાલા”નું સંબોધન કરતા મારો આગ્રહ છતાં ક્યારેય મારી ખુરશી પર નહોતા બેસતા અને 6 એપ્રિલના રોજ જેમને મારા ખબર અંતર પૂછ્યા હતા. ખુબજ સાલસ વ્યક્તિત્વ, હોદાનું જરાપણ અભિમાન નહીં. એવા મોરબી જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજકોટના પ્રાચાર્ય માનનીય એમ.વી.નાગણી સાહેબના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પરમાત્માને પ્રાર્થના આપે. અલ્લાહ તેમની મગફિરત કરે અને જન્નતુલ ફિરદોશમાં આલા મકામ અતા કરે. આમીન