મોરબી પોલીસની આ કેવી કામગીરી લોકો એ ઉઠાવ્યા સવાલ… કોરોના કાળમાં કળક અમલવારી કરતી મોરબી પોલીસ હાલ જિલ્લાભરમાં તમામ દુષણો ને ડામવા લાલ આંખ ક્યારે કરશે ?
કોરોનાકાળમાં પાન ફાકી લઈ જનાર લોકો પર જે અમલવારી અને જે ધોસ બોલાવી હતી. તેને લોકો એ બિરદાવી હવી તો એ જ લોકો હાલ સમગ્ર મોરબી જિલ્લામાં બનતા બનાવો જેમ કે ચોરી, લૂંટ, ધાડ, મારામારી, તેમજ હત્યા સહિતના બનાવોમાં લુખ્ખા તત્વોને કાયદાનું ભાન કરાવવા માટે ગોકળગતિ શા માટે ?
અને જિલ્લાભરની અંદર બેફામ દારૂના હાટડા પર અંકુશ ક્યારે? મોરબીમાં હપ્તા રાજ બંધ ક્યારે ? અનેક પોલીસ સ્ટેશનોમાં સાચા અને વ્યાપારી લોકો સાથે અશોભનીય વર્તન, ગેરવર્તન અને તેમને દબાવવાના પ્રયાસો ક્યારે બંધ થશે ?
આવનારા સમયની અંદર જો મોરબી પોલીસ દ્વારા લુખ્ખા તત્વો, જમીન પચાવી પાડનાર, દબાણોના ખડકલા કરનાર તેમજ દરેક ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા તત્વોને જો ડામવામાં નહિ આવે તો મોરબીના સામાન્ય વ્યક્તિને જીવવવું ઝેર સમાન બની રહેશે માટે કાયદા અને વ્યવસ્થાના જવાબદાર અધિકારીઓ ઔધોગિક નગરી એવા મોરબીને તમમાં દુષણો થી દુર કરવા તમામ પ્રયાસો હાથ ધરે તેવી લોક માંગ ઉઠી છે સાથે મોરબી જિલ્લાના પ્રત્યેક વ્યક્તિ જાગૃત થઈ કોઈ પણ દુષણ નો ભોગ બન્યા હોય તો તેવો પણ કાયદા અને વ્યવસ્થા ના અધિકારીઓ પાસે પોતાની વાત મૂકી ન્યાય માગે, જાગૃત બને….
આ લૂખા તત્વો પર સંપૂર્ણ પણે અંકુશ લાવવા માટે જો જનતા જનાર્દન ના સ્વરૂપે મેદાન માં ઉતરશે તો ચોક્કસ પણે આવા તત્વોને ડામી દેવામાં સફડતા મળશે…
તો ચાલો કાયદા અને વ્યવસ્થાને સાથે લઈ આપના જિલ્લાને આવા દુષણ મુક્ત બનાવવા હિન્દ વૈભવના આ અભિયાનને વધાવીએ અને જિલ્લાને દુષણ મુક્ત બનાવીએ…
અમારી ટીમનો એક જ આવાજ” જાગો આપને આપ મે હિન્દ વૈભવ હૈ સાથ મે”





