Monday, June 22, 2026

મોરબી પાસેથી નકલી ટોલનાકુ પકડાયુ

Advertisement
Advertisement
Advertisement

મોરબી પાસેથી નકલી ટોલનાકુ પકડાયુ

અગાઉ નકલી pmo અધિકારી, CMO અધિકારી, કલેક્ટર, એસપી, નકલી કચેરી.. અને બીજુ ઘણુ પકડાઈ ચુક્યુ છે…

ગુજરાત સરકાર ના નાક મોરબીના વાંકાનેર માં અસામાજિક તત્વો દ્વારા નકલી ટોલ નાકુ ચલાવી કરોડોની રકમ ઉઘરાવી

ગુજરાત સરકાર ના વહીવટ
નીચે દક્ષિણ ગુજરાતમાં નકલી ઓફીસ દોઢ વર્ષથી કાર્યરત હતી કરોડોની રકમ ના વ્યવહાર થયા પછી ખબર પડી સરકારી ઓફિસ જ નકલી છે

મોરબીમાં નકલી ટોલનાકાનો મામલામાં જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યા દ્વારા સમગ્ર મામલાની તપાસ વાંકાનેર પ્રાંત અધિકારીને સોંપવામાં આવી છે. આ સાથે પોલીસને પણ તપાસ કરવા જણાવાયું છે. આ સાથે જ વ્હાઇટ હાઉસ નકલી ટોલ નાકાનો રસ્તો વાહનો માટે બંધ કરી દેવાયો છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ આ સ્થળે કરી દેવાયો છે.

વાંકાનેર પંથકમાં વઘાસીયા ટોલનાકા પાસે કેટલાક અસામાજીક તત્વો દ્વારા છેલ્લા દોઢ વર્ષથી ગેરકાયદેસર રીતે નકલી ટોલનાકું બનાવી વાહન ચાલકો પાસેથી લાખો રુપિયાનું ઉઘરાણું કરતા દોઢ વર્ષથી લૂંટ ચલાવતા હતા અને બંધ ફેક્ટરીમાં રસ્તો કાઢી ટોલનાકું બનાવ્યું હતું. લૂંટેલા રૂપિયા કેવી રીતે વસૂલશે એ પણ જોવાનુ રહ્યુ

વાંકાનેર સીટી પોલીસમાં ફરજ બજાવતા યશપાલસિંહ પરમારે આરોપીઓ અમરશીભાઈ જેરામભાઈ પાટલે રહે વ્હાઈટ હાઉસ સિરામિક વઘાસીયા તા. વાંકાનેર તેમજ રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ જયુભા ઝાલા, ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા રહે ચારેય વઘાસીયા તા. વાંકાનેર અને તેની સાથે અજાણ્યા માણસો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની હદમાં વઘાસીયા ટોલપ્લાઝા આવેલ છે જેનો કોન્ટ્રાકટ બામણબોર ટોલવેઝ પ્રા. લી. પાસે તા. ૨૬-૦૪-૨૦૧૮ થી છે જે ટોલ પ્લાઝાનો સિક્યુરીટી કોન્ટ્રાકટર ટી.બી.આર.ઇન્ફ્રા હૈદરાબાદ પાસે તા. ૦૮-૧૨-૨૦૨૨૧ થી છે

રાજકોટ જિલ્લાના વાંકાનેર પંથકના વઘાસીયા ટોલ પ્લાઝા પાસે નકલી ટોલ નાકું ઉભુ કરી દેવાયું છે. વાહન ચાલકો ટોલથી બચી શકે અને અસામાજીક તત્વો પોતાનું ભરણું ભરી શકે તે માટે કેટલાક માથાભારે તત્વોએ નકલી ટોલનાકું ઉભુ કર્યું છે. ગેરકાયદેસર રીતે ટોલ પ્લાઝાના નામે ટોલ પ્લાઝાથી ઓછી રકમ ઉઘરાવવાનો સિલસિલો ચાલુ કરાયો છે અને રોજ લાખો રૂપિયાના ઉઘરાણા ચાલુ થઇ જતા મૂળ ટોલ પ્લાઝા સંચાલકોને કરોડો રૂપિયાનુ નુકસાન જઈ રહ્યું છે. આ બાબતે સ્થાનિક એટલે કે વાંકાનેર પોલીસ સહિત લાગતા વળગતા સત્તાધીશોને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં ટોલ પ્લાઝાના નામે ગેરકાયદેસર ઉઘરાણા બંધ થતા ન હોવાનો ટોલ પ્લાઝાના મેનેજરએ આક્ષેપ કર્યો છે.

અનેક વખત ફરિયાદો કરાઈ છતાં પરિણામ શૂન્ય વઘાસીયા ટોલ પ્લાઝાના મેનેજર સહિતના સંચાલકો કહે છે કે તેમના ટોલ પ્લાઝા નજીકની વ્હાઇટ હાઉસ ફેક્ટરી તેમજ નવા વઘાસિયા ગામે રસ્તાઓ બનાવીને ચોક્કસ માથાભારે ટોળકી દ્વારા ટોલ પ્લાઝાના નામે વાહન ચાલકો પાસેથી રોજ લાખો રૂપિયાની ઉઘરાણી કરાવતી હોવાની ફરિયાદ લાગતાં વળગતા સત્તાધીશોને અનેક વખત કરવામાં આવી છે. પરંતુ સત્તાધીશો તેઓની ફરિયાદને ધ્યાને લેતા નથી. પરિણામે મુખ્ય ટોલ પ્લાઝાના સંચાલકોને તેમજ સરકારને રોજની લાખો રૂપિયાની અને મહિને ₹1 કરોડથી પણ વધારેની નુકસાની થઈ રહી છે. જે ટોલપ્લાઝા કેન્દ્ર સરકાર તરફથી કાર્યરત કરવામાં આવ્યો છે અને અહીંથી પસાર થતા ફોર વ્હીલ કારના રૂ ૧૧૦ તેમજ નાના ટ્રક-બસના રૂ ૩૮૦ અને મોટા વાહનના રૂ ૫૯૫ લેખે ટોલ લેવામાં આવે છે જે ટોલપ્લાઝાની બાજુમાં પૂર્વ દિશાએ અમરશીભાઈ જેરામભાઈ પટેલનું વ્હાઈટ હાઉસ સિરામિક નામથી ટાઈલ્સ બનાવવા માટેનું કારખાનું આવેલ છે જે કારખાનું આર્થિક મંદીના કારણે આશરે દોઢેક વર્ષથી બંધ થઇ ગયેલ હોય અને અમરશીભાઈને ઢુવા મુકામે બીજું જેટ સિરામિક નામથી ટાઈલ્સ બનવાનું કારખાનું આવેલ છે

વાંકાનેરમાં ગેરકાયદેસર ટોલનાકાનો પર્દાફાશ થયા બાદ પોલીસ અને વહીવટી તંત્રમાં દોડધામ મચી છે સમગ્ર બનાવ મામલે પોલીસે જાતે ફરિયાદી બની પાંચ આરોપીઓના નામજોગ અને તેની સાથે અજાણ્યા માણસો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે – રીપોર્ટ બાય – મહેશ રાજગોર ભચાઉ

Related Articles

Total Website visit

1,609,062

TRENDING NOW