Thursday, March 12, 2026

મોરબી નો ન્યાય# બ્લેક ડે

Advertisement
Advertisement
Advertisement

મોરબી નો ન્યાય# બ્લેક ડે
30 ઓક્ટોબર 2022 રવિવાર નો દિવસ મોરબી માટે એક ક્રૂર , વિકરાળ, આઘાતજનક દિવસ રહ્યો જે કોઈ દિવસ ઇતિહાસમાં નહીં ભૂલી શકીએ. જેમ આજે પણ પૂર અને ધરતીકંપના દિવસો મનને હચમચાવી નાખે છે, તે રીતે આ દિવસ હૃદયને કંપાવી ઉઠાવે તેવો બનીને રહી ગયો .ખુશી માતમ માં ફેરવાઈ ગઈ . 17 રૂપિયાની ટિકિટ મોતની ટિકિટ બની ગઈ .જુલતો પુલ લોકોને મૃત્યુ સુધી પહોંચાડી દીધા આ પુલ પર આશરે 400 થી 500 લોકો માત્ર એક જ મિનિટમાં પોતાની જિંદગી બચાવવા માટે ઝંખવા લાગ્યા.
આ બધી ઘટના બની બધાએ બહુ વિડિયો , ફોટોસ , સ્ટોરી અને
ન્યૂઝ ચેનલ લાઈવ કવરેજ વગેરે બધું જોયું જ હશે .આપડાને આવા વિકરાળ ચિત્રો જોઈને હૃદય કંપી ઉઠ્યું ,માત્ર એટલો વિચાર કરો કે એ સ્થિતિમાં જે લોકો હશે એને કેવું અનુભવ્યું હશે? જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા કોઈએ માતા તો, કોઈએ પિતા ,કોઈ ભાઈ તો, કોઈએ બહેન ,કોઈ દીકરી તો કોઈએ દીકરો, નાના ભૂલકાઓ અને કોઈ તો આખું પરિવાર ગુમાવ્યું. ઘણી બધી મચ્છુ નદીઓના શ્રાપ વિશે પાણીની ઘાત પાણીની ઘાત વિશે વગેરે વગેરે વાંચ્યું ,પરંતુ આ બધી વસ્તુઓને સાઈડમાં મૂકીએ તો તે પ્રશ્ન ઉદ્ભવે છે કે “વહીવટી તંત્ર ની બેદરકારી “.

પ્રજાના અમુક પ્રશ્નો
1 કોઈપણ નિયમનું અમલીકરણ કેમ નહીં?
2 સર્ટિફિકેટ વગર પુલની શરૂઆત કેમ?
3 વહીવટી તંત્ર દ્વારા પરિવારજનોની લાગણીઓની અવગણના?
4 ચાર દિવસથી પુલ પર લોકોની અવરજવર પરંતુ વહીવટી તંત્રના ધ્યાનમાં નહીં કઈ રીતે બને?
તેઓ પબ્લિકને કે રિપોર્ટરને જવાબ આપવા તૈયાર નથી .સાત મહિનાના રીનોવેશન બાદ બે કરોડ રૂપિયા ખર્ચ્યા બાદ ચાર દિવસ પણ પુલ ન ટકી શક્યો ?પૈસા ખાતર વધારે ટિકિટ આપી લોકોને પ્રવેશવા દીધા .જ્યારે ત્યાં અમુક પબ્લિકે ટકોર કરી ત્યારે આંખ આડા કાન કરાયા .લોકશાહી ધરાવતા દેશમાં લોકોના અભિપ્રાય કે લોકોની જિંદગીનું કંઈ મહત્વ નથી ?માત્ર પૈસા આપી સહાય કરી દેવાથી પરિવારજનો પોતાના સ્વજન પાછા ન મેળવી શકે. ખરેખર આ ઘટનામાં માત્ર સાત કે નવ વ્યક્તિ જવાબદાર નથી, પરંતુ ઘણા બધા લોકો છે તેની સામે સખત કાર્યવાહી થવી જોઈએ. જેથી કરીને બીજી વખત આવી ઘટના મોરબી કે અથવા બીજે ક્યાંય પણ ન બને .આ ઘટનામાં આશરે 138 થી 140 સુધીનો લોકોનો મૃત્યુ આંક બતાવાય છે તેઓને ન્યાય મળવો જ જોઈએ એ ન્યાય અપાવવાની જવાબદારી દરેક મોરબી વાસીઓની છે.
અહીં એક વાત બિરદાવાની છે કે ,પોલીસ તંત્ર, મેડિકલ ટીમ ,ફાયર બ્રિગેડ ,આર્મી, એનડીઆરએફ જવાનો, મીડિયા ,સેવાકીય સંસ્થાઓ અને સ્થાનિક નાગરિક નાના -મોટા દરેક લોકોએ નામની -અનામી સેવા કરી આ ઘટનામાંથી લોકોને બચાવવાના પ્રયત્ન કર્યા . લોહી પૂરું પાડ્યું .સતત અવરિત પણે ખડે પગે રહી 48 કલાક કે તેથી વધુ સુધી કોઈપણ જાતના વિરામ વગર કામ કર્યું છે અને હજી પણ કામ ચાલુ છે આપણે સૌ આ બધા લોકોના આભારી રહીશું. આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબ કહીને ગયા છે કે કડક પગલાં લેવાશે તેથી મનમાં એક આશા જાગી છે.
પરંતુ “દરેક મોરબી વાસીઓની એક ફરજ છે કે સાથે મળી એકતા રાખી જે પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે એને ન્યાય મળે તેવા પ્રયત્નો કરી.”
” એક ખિલખિલાટ સાંજ માતમ માં ફેરવાઈ ગઈ “# બ્લેક ડે# ન્યાયલેખિકા- મિતલ બગથરીયા

Related Articles

Total Website visit

1,595,561

TRENDING NOW