મોરબી તાલુકામાંથી ગત વર્ષમાં જ નિવૃત થયેલા ASI મહિપતસિંહ ચનુભા જાડેજાની તબિયત લથડતા જામનગર ખાતે જી.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેનું ગત મોડી રાત્રીના અવસાન થતાં પોલીસબેડામાં શોકની લાગણી છવાઈ ગઈ છે. લોકો વચ્ચે હમેશા રહેતા અને મિતભાષી એવા મહિપતસિંહ જાડેજાના આકસ્મિક નિધનથી મોરબી જિલ્લા પોલીસમાં ભારે શોક વ્યાપી જવા પામ્યો છે.