Saturday, May 3, 2025

મોરબી ના હાઉસિંગ બોર્ડ નજીકથી ત્રણ બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી એસ.ઓ.જી. ટીમને ખાનગી રાહે બાતમી મળેલ કે, વીરેન્દ્રસિંહ ઉર્ફે વીરૂ નટુભા જાડેજા રહે. શનાળા રોડ ગુજરાત હાઉસીંગ બોર્ડ મોરબી વાળા પાસે એક થેલીમાં પીસ્તોલ તથા તમંચા જેવા હથીયાર છે અને આ ઇસમ હાલે ગુજરાત હાઉસીંગ બોર્ડ સામે માર્કેટીંગ યાર્ડ સામે બેઠેલ હોવાની મળેલ બાતમીના આધારે એસ.ઓ.જી. ટીમ સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ જતા આરોપી પાસેથી દેશી હાથ બનાવટનો હથિયાર તમંચા નંગ-૨ કિં.રૂ.૧૦,૦૦૦/-, હથિયાર પીસ્ટલ નંગ-૧ કિં.રૂ.૧૫,૦૦૦/- તથા જીવતો કાર્ટીઝ નંગ-૧ કિ.રૂ ૨૦૦/ તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫૦૦૦/ મળિ કુલ રૂપિયા ૩૦,૨૦૦ના મુદ્દામાલ સાથે સાથે મળી આવતા આર્મ્સ એક્ટ મુજબની કાર્યવાહી કરી આરોપીની અટક કરી મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

Related Articles

Total Website visit

1,502,711

TRENDING NOW