Thursday, June 25, 2026

મોરબી ના શક્તશનાળા નજીક રહેણાંક મકાન માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

Advertisement
Advertisement
Advertisement

મોરબી ના શક્તશનાળા નજીક રહેણાંક મકાન માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

મોરબીના શકતશનાળા સાંઈબાબા ચોકમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૨૭ બોટલો સાથે એક ઈસમને મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના શકતશનાળા સાંઈબાબા ચોકમાં રહેતા મહિપતભાઈ ઉર્ફે ભુરો રવજીભાઈ વાઘેલા (ઉ.વ.૩૦) એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૭ કિં રૂ.૧૨,૩૦૦ ના મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ રૂષીરાજસિંહ અનીરૂધ્ધસિંહ જાડેજા રહે. વાવડી રોડ મોરબી વાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,344

TRENDING NOW