Wednesday, March 18, 2026

મોરબી ના વેપારીઓને લોભામણી સ્કીમ આપી લૂંટતા બે ઈસમો પંજાબ થી ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

મોરબી ના વેપારીઓને લોભામણી સ્કીમ આપી લૂંટતા બે ઈસમો પંજાબ થી ઝડપાયા.

મોરબીના વેપારી સાથે બનાવટી પેઢી ઉભી કરી અલગ અલગ બેંકમાં ખાતા ખોલાવી એક્સપોર્ટ કરવાની લાલચ આપી લાખોની ઠગાઈ કરવામાં આવી હોય જે ગુનામાં સંડોવાયેલ બે ઈસમોને એલસીબી ટીમે પંજાબથી ઝડપી લઈને નકલી દસ્તાવેજો, બેન્કની પાસબૂક સહિતના મુદામાલ સાથે ઝડપી લીધા છે.

સાગરભાઈ પ્રાણજીવનભાઈ ભાડજાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે પેસીફીસાઈન નેચરલ નટ્સ નામની કંપનીથી ખરીદ કરવા અને વિદેશી કંપનીમાં વેચાણ કરી કમાણી કરવાની લાલચ આપી અલગ અલગ સમયે બેંક એકાઉન્ટમાં રૂ ૨૯.૫૮ લાખની રકમ પડાવી લઈને ચીટીંગ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદને પગલે મોરબી એલસીબી ટીમે વધુ તપસ ચલાવી હતી જેમાં ગુનામાં વપરાયેલ ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટની વિગતો મેળવી તપાસ કરતા હોય અને જીલ્લાની અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ માધ્યમથી તપાસ કરતા શર્મા એન્ટરપ્રાઈઝ વિરુદ્ધ NCCRP પોર્ટલમાં અનેક અરજીઓ પેન્ડીંગ હોય જેથી વધુ તપાસ માટે ટીમ પંજાબ રાજ્યમાં રબના કરવામાં આવી હતી જેમાં પંજાબના લુધિયાણા ખાતે શર્મા એન્ટરપ્રાઈઝ નામની પેઢીની અને બેંક એકાઉન્ટ નંબરની તપાસ કરતા ગુનો શોધી કાઢવામાં સફળતા મળી હતી અને આરોપી અમાનઉલ્લામિયા ઉર્ફે રામદેવ શર્મા અશગરઅલી અબ્દુલહક્ક અન્સારી (ઉ.વ.૨૫) રહે લુધિયાણા મૂળ રહે નેપાળ અને મહમદ ફિરદોશ ઉર્ફે રમેશકુમાર મહમદ ઈસ્માઈલ રાજ મહમદ શેખ (ઉ.વ.૩૦) રહે હાલ લુધિયાણા મૂળ રહે બિહાર વાળાને ઝડપી લીધા હતા

જે બંને ઈસમોની પૂછપરછ કરતા આરોપીઓએ પોતાની સાચી ઓળખાણ છુપાવવાના હેતુથી રામદેવ શર્મા અને રમેશ કુમાર ખોટા નામો ધારણ કરીને બનાવટી આધારકાર્ડ, પાનકાર્ડ અને ચુંટણી કાર્ડ બનાવી પોતાનો ફોટો રાખી બનાવટી દસ્તાવેજના આધારે શર્મા એન્ટરપ્રાઈઝ નામની પેઢી ખોલી મોબાઈલ ફોન અને સીમકાર્ડ તેમજ અલગ અલગ બેંકોમાં એકાઉન્ટ ખોલાવી નાણા જમા કરાવતા અને બેંકમાં છેતરપીંડી કરેલ રકમ વિડ્રો કરી રકમ રૂબરૂ અને હવાલા મારફતે દિલ્હી ખાતે અનીતા વિજયકુમારને મોકલી આપતા હોવાની કબુલાત આપી હતી અને આ કામગીરી બંને આરોપીઓ ઓસાશ નામની નાઈઝીરીયન વ્યક્તિના કહેવા મુજબ કરતા હોવાનું પ્રાથમિક પૂછપરછમાં ખુલ્યું છે

જયારે અન્ય આરોપી અનીતા વિજયકુમાર રહે ગુડગાવ હરિયાણા અને ઓસાશ નામની નાઈઝીરીયન વ્યક્તિનું નામ ખુલતા બંને આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

ઝડપાયેલ આરોપી પાસેથી બનાવટી દસ્તાવેજોનો ભંડાર ઝડપાયો

ઝડપાયેલ આરોપી પાસેથી બનાવટી આધારકાર્ડ, પાન કાર્ડ, ચુંટણી કાર્ડના આધારે યસ બેંક, ઇન્ડિયન ઓવાર્સીસ બેંક, આઈડીએફસી ફસ્ટ, આઈ.ડી.બી.આઈ, કોટક મહિન્દ્રા, એચ ડી એફ સી, સીટી યુનિયન બેંક, કર્ણાટક બેંક, સી.એબ.બી બેંક, આર.બી.એલ બેંક, આઈડીએફસી બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, એસ.વી.એસ સહિતની બેંકની પાસબૂક, ચેકબૂક મળી આવ્યા હતા અને પોલીસે બેન્કની ૨૨ પાસબૂક, ૪૦ ચેકબૂક, અલગ અલગ બેંકના ૮૬ ડેબીટ/ક્રેડીટ કાર્ડ અને ૨ ટ્રાવેલિંગ કાર્ડ, ૮ મોબાઈલ કીમત રૂ ૪૫,૦૦૦ અને અલગ અલગ નામની વ્યક્તિના આધાર કાર્ડ અને પાન કાર્ડ ૧૫ સહિતનો મુદામાલ ઝડપી લેવામાં આવ્યો છે

Related Articles

Total Website visit

1,598,036

TRENDING NOW